કીમ પોલીસ મથકનાં પી.આઈ. પી.સી. સરવૈયા સસ્પેન્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026  |   1683

કીમ ખાતે એસએમસી દ્વારા પાડવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂ જપ્ત કરવા સાથે ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ફરજમાં બેદરકારી બદલ કીમ પોલીસ મથકના પી.આઈ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, ગત ૨૨ જૂનના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કીમ ખાતે દરોડા પાડી ૧૯ લાખ રૂપિયાના દારૂ સહિત કુલ ૫૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ, એસએમસીની ટીમ દ્વારા ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ૧૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.આ દરોડા મામલે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને ફરજમાં ગંભીર બેદરકારી બદલ કીમ પોલીસ મથકના પી.આઈ. પી.સી. સરવૈયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને તાત્કાલિક અસરથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution