લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026 |
1485
કરમસદ આણંદ મનપા દ્વારા મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ કરવામાં આવતાં આ વિસ્તારમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરી નલસેજલ યોજના સફળ બનાવવા ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કરવામાં આવ્યાં છે.પરંતુ ખાટલે મોટી ખોડ એછેકે છેલ્લા ચાર વર્ષથી મનપાની ૧૨૪ કરોડની મહિસાગરથી પાણી લાવી ઉભા કરવામાં આવેલ ફિલ્ટરેશન પ્લાન્ટ નિર્માણ ડચકાં ખાતા સરકારી વિભાગના પાઇપલાઇન નાખવા પર અડીંગો કરતાં કાટ ચઢી જતાં તેના ઉકેલ લાવવા વિદ્યાડેરી વિસ્તારના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ કરવામાં આવતાં સદર વિસ્તારમાં સરકારની નલસેજલ યોજના સફળ બનાવવા ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન હાથ ધરવામાં આવતાં વર્ષ ૨૦૨૨મા રાજ્ય સરકાર દ્વારા આણંદ ની પ્રજાને પૂરતું પાણી ઉપલબ્ધ થઇ શકે તેવા આશયથી મહિસાગર થી પાઇપલાઇન દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે પાણીનું શુદ્ધિકરણ કરી પહોંચાડવા માટે ૧૨૪ કરોડના પ્રોજેક્ટ ને મંજૂરી આપતાં વડોદરાની એજન્સી દ્વારા નિમૉણ કામગીરી હાથ ધરતાં છેલ્લા ચાર વર્ષથી પાઇપલાઇન નાખવાના મુદ્દે સરકારી વિભાગના અડિંગો ના કારણે નિમૉણ ડચકાં ખાતા પાઇપોને કાટ ચઢતાં તેના ઉકેલ લાવવા વિદ્યાડેરી વિસ્તારના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
૧૯૯૫ માં ભાજપે રાજ્ય માં સત્તા હસ્તે કરતાં ગોકુળીયુ ગામ ની યોજના અમલમાં મૂકી હતી.જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચ કરી ગોકુળીયુ ગામ યોજના સફળ બનાવવામાં આવી હોય તો કરમસદ આણંદ મનપામાં ચાર ગ્રામ વિસ્તારના સમાવેશ બાદ તાજેતરમાં મનપા દ્વારા સદર વિસ્તારમાં ૮૦ કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કરતાં જાે ગોકુળીયુ ગામ માટે રાજ્ય સરકારે અઢળક નાણાં ખર્ચ્યા હોય તો મનપા દ્વારા કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાના આયોજન કેમ? શું આ ચાર ગ્રામ વિસ્તારમાં ગોકુળીયુ ગામ યોજના કાગળ પર હતી?ના સવાલ પૂર્વ વિપક્ષ નેતા અને કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.