પ્રાંતિજ હત્યાનો ભેદ ઉક્ેલાયો: પ્રેમી-પંખીડાએ બેંક મેનેજરની હત્યા કરી, યુવતીની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026  |   2277

પ્રાંતિજના વડવાસા નજીક બનેલી સસપેન્સ હત્યાની ઘટના પરથી પોલીસે પરદો ઊંચક્યો છે.આઇઆઇએફએલ બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરીની હત્યા કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કે ૪ લાખ ૫૦ હજારની લોન ન ભરવી પડે તે માટે કાવતરું રચીને તેમની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આરોપી પુરુષ અને મહિલા બંને પ્રેમી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, ત્યારે આ મામલે પોલીસે કાર્યવાહી કરીને એક મહિલા આરોપીની અટકાયત કરી છે, જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે. ગત ૨ સપ્ટેમ્બરના રોજ માણસાથી આઇઆઇએફએલ બેંકના મેનેજર ભરતભાઈ ચૌધરી પોતાની સફેદ વર્ના ગાડી લઈને નીકળ્યા હતા. જ્યાંથી તેઓ પ્રાંતિજ પહોંચ્યા હતા અને ત્યાંથી એક મહિલા સહ-આરોપીને ગાડીમાં સાથે લીધી હતી. ત્યારબાદ તેઓ વડવાસા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા હતા, જ્યાં તકનો લાભ ઉઠાવીને ગાડીમાં બેસેલી મહિલા સહિત તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ભરતભાઈ ચૌધરીની ર્નિમમ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા કર્યા બાદ આરોપીઓ મેનેજરના મૃતદેહને વર્ના ગાડીમાં મૂકીને નિકાલ કરવા જઈ રહ્યા હતા. જાેકે, રસ્તામાં ગાડી રિવર્સ લેતા સમયે ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે આરોપીઓ ગાડી અને મૃતદેહને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે મહિલા આરોપીની અટકાયત કરી મહિલાના પ્રેમીની શોધખોળ હાથધરી છે. લોનની રકમ ચુકવવામાંથી બચવા માટે રચાયેલા આ ખૂની ખેલનો પોલીસે આખરે પર્દાફાશ કરી દીધો છે, ત્યારે ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લોન લઈને ઝડપાઈ ન કરવા પાછળ વાનગી બેંકના મેનેજર ને મોતને ઘાટ ઉતારનાર પુરુષ અને મહિલા સામે હત્યાનો ગુનો નોંધાયો છે, ત્યારે જાેવાનું એ રહેશે કે પ્રેમી અને પ્રેમિકાએ સાથે મળી મેનેજરની હત્યા કરી છે તે પાછળનું ચોક્કસ કારણ સાથેજ તપાસમાં કેવા અને કયા પ્રકારેના ખુલાસાઓ થાય છે તે મહત્વનું બની રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution