વરસાદી પાણીને રોકવા માટે સોસાયટીઓ દ્વારા તકેદારીના પગલાં : રેતીના કોથળાં ભરીને મૂકી દીધાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   1188

અમદાવાદમાં રેડ એલર્ટ વચ્ચે આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાં વરસતાં રહ્યાં હતાં..મોડીરાતથી વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો ત્યારેબાદ અટકી અટકીને ધોધમાર ઝાપટાં પડ્યા હતાં. જાેકે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે મોડીસાંજે પણ ભારે વરસાદની આગાહી કરી હતી.વરસાદની આગાહી વચ્ચે આજે શાળા કોલેજાેમાં રજા જાહેર કરાઇ હતી. ત્યારે વરસાદના પાણીથી બચવા માટે અને ઘરોમાં અને સોસાયટીઓમાં પાણી ન ભરાય તે માટે સોસાયટીના રહીશો માટે વેજલપુરની શ્રીનંદ નગર સોસાયટીમાં પાણીને મોકવા માટે રેતી ભરેલા પ્લાસ્ટિકના કોથળાં ગોઠવી દેવાયા હતા. આ ઉપરાંત ભારે વરસાદના પગલે અમદાવાદની નર્મદા કેનાલની રેલિગ તૂટી જતાં તેને તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વાહનચાલકો ફસાયા હતા.

સાબરમતીમાં પાણીની આવક યથાવત, સંત સરોવરના ૧૦ ગેટ ખોલાયા, ૧,૩૮૦ ક્યુસેક પાણીની આવક થઇ

રાજ્યમાં સતત વરસાદ અને ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના કેચમેન્ટ વિસ્તારોમાં વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સાબરમતી નદી પર પણ સ્પષ્ટ દેખાવા લાગી છે. ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં પાણીની આવક સતત યથાવત રહેતાં જળસંગ્રહનું સ્તર નિયંત્રિત રાખવા માટે તંત્ર દ્વારા સંત સરોવરના ૧૦ ગેટ ખોલી દેવામાં આવ્યા છે.હાલમાં સંત સરોવરમાં ૧,૩૮૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે એટલું જ ૧,૩૮૦ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની આવક અને જાવક સમાન રાખીને ડેમનું જળસ્તર નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી ડેમ પર વધારાનો દબાણ ન સર્જાય.ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના વહેણમાં વધારો નોંધાયો છે. જેના પગલે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના નદી કિનારાના ગામો માટે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી કિનારે વસતા લોકો તેમજ ખેડૂતોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.જિલ્લા વહીવટી તંત્ર, સિંચાઈ વિભાગ, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution