લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
5841
કરમસદ આણંદ મનપા ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગત ૫મીના મનપા કમિશ્નર ની નિતીરિતીથી ત્રસ્ત તથા હંગામી રોજમદાર આઉટસોર્સિંગ કર્મચારીઓ ને કાયમી કરવા તેમજ પગાર વધારો ની માંગ સાથે હડતાલ પર ઉતરતાં બે દિવસ બાદ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા માંગ ના મુદ્દે હૈયાધરપત આપતાં હડતાલ સમેટાઇ હતી.જેના પખવાડિયા બાદ મનપા ઉચ્ચાધિકારી દ્વારા એજન્સી ને તેડાવી બસો જેટલા હંગામી રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાના સૂચન કરતાં ધારાસભ્ય ની હૈયાધરપત લોલીપોપ બનતાં પુન: મામલો ગરમાવાની શક્યતા પગલે હાલ પૂરતું સૂચન મોકૂફ રખાયું પરંતુ તલવાર લટકેલ રહેતા મનપા સંકુલમાં સળવળાટ વ્યાપવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપાના આશરે ચારસો ઉપરાંત અધિકારી કર્મચારીઓ દ્વારા ગત ૫મીના કમિશ્નર ના મનસ્વી વર્તન અને નિતીરિતીથી ત્રસ્ત તથા હંગામી, રોજમદાર તથા આઉટસોર્સિંગ કર્મચારીઓ ને કાયમી તેમજ પગાર વધારો ની માંગ સાથે વીજળી વેગે હડતાલ પર જતાં હલબલી ઉઠેલ નેતાઓ દ્વારા કમિશ્નર સાથે સર્કિટ હાઉસ ખાતે બંધબારણે બેઠક યોજી હડતાલ સમેટવા પ્રયાસ હાથ ધરતાં હડતાલ ના ત્રીજા દિવસે ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ ને તેઓની માંગ ના ઉકેલ માટે હૈયાધરપત આપતાં હડતાલ સમેટાઈ હતી.પરંતુ હડતાલ ના પખવાડિયા બાદ મનપા ઉચ્ચાધિકારી દ્વારા એજન્સી ને તેડાવી બસો જેટલા હંગામી રોજમદાર કર્મચારીઓ ને છુટા કરવાના સૂચન કરતાં મનપા કર્મચારીઓને જાણ થતાં સળવળાટ વ્યાપવા સાથે ધારાસભ્ય ની હૈયાધરપત લોલીપોપ બની રહી ની ચર્ચા મનપા સંકુલમાં ઉઠવા પામી છે.જાેકે પુન: મામલો ગરમાય તેવી સંભાવના પગલે હાલ પૂરતું સૂચન મોકૂફ રખાયું હોવાછતાં તલવાર લટકેલી રહેવા પામી હોવાના સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે.