લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, ઓગ્સ્ટ 2026 |
3069
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉઝબેકિસ્તાનનો સર્વોચ્ચ રાજ્ય પુરસ્કાર, ઓલી દરાજલી દુસ્તલિક એનાયત કરવામાં આવ્યો છે. ઉઝબેક રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવે વ્યક્તિગત રીતે પીએમ મોદીને આ પુરસ્કાર અર્પણ કર્યો.
રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે, મેં તમારું પુસ્તક જાેયું, જેમાં તમે બધા મુખ્ય ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ ઓળખ્યા છે અને અમારા દ્વિપક્ષીય આર્થિક સહયોગને આગળ વધારવા માટે સમયરેખા નક્કી કરી છે. હું આ પહેલની પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે સાથે મળીને અમે આમાં ઝડપી પ્રગતિ કરીશું.પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે રાત્રે રાત્રિભોજન દરમિયાન, અમે અર્થપૂર્ણ ચર્ચા કરી અને ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લીધા. અમારી ટીમો પણ આ બાબતો પર સર્વસંમત છે. અમે પરસ્પર સહયોગના તમામ પાસાઓને માર્ગદર્શન આપવા માટે વિદેશ મંત્રી સ્તરે એક સંકલન પરિષદની સ્થાપના કરીશું. અમે અમારા સંયુક્ત કમિશનને સચિવ સ્તરથી મંત્રી સ્તર સુધી ઉન્નત કરીશું. બંને પક્ષો સંયુક્ત રીતે બંને દેશોના વ્યાપાર નેતાઓને સમાવિષ્ટ કરીને એક વ્યાપાર સમિટનું આયોજન કરશે.પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે યુરેનિયમના પુરવઠા માટે લાંબા ગાળાની વ્યવસ્થા સ્થાપિત કરીશું. આજે, અમે ત્રણ સિસ્ટર-સિટી અને સિસ્ટર-સ્ટેટ વ્યવસ્થા સ્થાપિત કરી રહ્યા છીએ. આપણે તેમની ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે એક રોડમેપ બનાવવો જાેઈએ. તમારા દેશમાં “ન્યૂ તાશ્કંદ” જેવા મેગા-પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે; ભારતમાં, અમે ગુજરાતમાં GIFT સિટી બનાવ્યું છે. પ્રતિનિધિમંડળ-સ્તરની વાટાઘાટો દરમિયાન, રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવે કહ્યું કે, વડાપ્રધાન મોદી, હું માનું છું કે તમારા નેતૃત્વ હેઠળ, ભારત તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરી રહ્યું છે,