લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026 |
1782
છેલ્લા કેટલાક દિવસોથી કરમસદ આણંદ મનપામાં આઉટસોર્સિંગ સહિત અન્ય કર્મચારીઓ ને છુટા કરવાના આયોજન ભલે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છતાં લટકેલ તલવાર વચ્ચે મનપા દ્વારા એજન્સી મારફત મહત્વની જગ્યા પર કાયમી ના બદલે આઉટસોર્સિંગ ભરતી ના આયોજન કરતાં સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી કરમસદ આણંદ મનપામાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ સહિત અન્ય બસો જેટલા કર્મચારીઓ ને છુટા કરવાના આયોજન હાથ ધરતાં મામલો ઉજાગર થતાં મનપા દ્વારા હાલ પૂરતો મુદ્દો મોકૂફ રાખવામાં આવ્યો ની ચર્ચા વચ્ચે કરમસદ આણંદ મનપા બન્યા બાદ તાજેતરમાં એજન્સી મારફત મનપામાં મહત્વની જગ્યા જેવીકે માસ્ટર ઇન પ્લાનિંગ,બીઇ સિવિલ,બી.આર્કીટેકચર,બીઇ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડીપ્લોમા ઇન સિવિલ,બીઇ સિવિલ સહિત અન્ય જગ્યાએ કાયમી ના બદલે આઉટસોર્સિંગ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા સાથે સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે મહત્વની જગ્યા પર આઉટસોર્સિંગ ભરતી પાછળ મનપા દ્વારા શું વહીવટી ખેલ રચવાની બારી ઉભી કરી? આઉટસોર્સિંગ અધિકારીઓ પાસે લાખોના બીલ પાસ કરાવી ભોપાળું ઉજાગર થાય તેવા સમયે અધિકારી ને છુટા કરવાના ખેલ રચી પડદા પાડવાના આયોજન? જેવા સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.