/
ભરૂચમાં કોવિડ સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે મૃતદેહોની કતાર

ભરૂચ, સોસિયલ ડિસ્ટન્સ, માસ્કના નામે દંડ વસુલવાનું પણ શરૂ કરી દીધુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સોસિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ચૂંટણી પ્રચાર કરનારાઓ ઉપર ગુજરાત સરકારે રહેમ નજર રાખી હતી, પણ કોરોના કેસો હાલમાં કૂદકે અને ભૂસકે વધી રહ્યા હોવાથી હાઈકોર્ટની ટકોર બાદ જાગી છે. કોર્ટના નિર્દેશો આવ્યા બાદ સરકારે ૨૦ શહેરોમાં રાત્રી કરફ્યુ લાદી દીધો છે. કોરોના વિસ્ફોટ એટલો વકરો છે કે ગલી મહોલ્લાઓમાં કેસોની સંખ્યાઓ જાેવા મળે છે, કોરોના સામે લડતા હારી ગયેલાઓના મૃતદેહોને ગુજરાતના પ્રથમ અને એકમાત્ર ભરૂચના કોવિડ સ્મશાન ગૃહમાં સુરત વડોદરાના સ્મશાન જેવી મૃતદેહોની કટાર લાગી હોવાની માહિતી મળી રહી છે. કોવિડ સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર ગતરોજ સવારના છ વાગ્યાથી જ કોરોના મૃતદેહો આવી રહ્યા છે છ જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે અને હાલમાં આ લખાય છે ત્યાં સુધીમાં ત્રણ થી વધુ મૃતદેહો કટારમાં લાગેલ હતા તેમજ દિવસ દરમિયાન ૧૨ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. ત્રણ જેટલા એમ્બ્યુલન્સમાં મૃતદેહો અગ્નિસંસ્કાર માટે રાહ જાેઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સોસિયલ મીડિયા ઉપર ફેલાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાેકે તંત્ર હજુ પણ માનવા તૈયાર નથી કે રોજેરોજ કોરોનાથી મરનાર અને સરકારી ચોપડે નોંધાતા મૃતદેહોના આંકડા સમાનતા ધરાવતા નથી. ત્યારે કોરોના વિસ્ફોટ થઈ રહ્યો હોય પ્રજા હવે પોતે જાગે અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરે તે જરૂરી થઈ પડ્યું છે. કોવિડ સ્મશાનમાં સુવિધા વધારવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે, ત્યારે જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડીયા આ બાબતે આરોગ્ય તંત્રને જરૂરી સૂચના આપી લોકોને પડતી તકલીફોમાં રાહત થાય તેવા પગલાં ભરે તે જરૂરી થઈ પડ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution