વડોદરા : કોરોનાની સેકન્ડ વેવનુ જાેર હવે ધીમેધીમે ઘટી રહ્યાનુ મનાઈ રહ્યુ છે.જેના પગલે તંત્રએ રાહત અનુભવી છે. બિન સત્તાવાર સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ કોરોના અને શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૯૪ લોકોના મોત થયા છે. તંત્રના જણાવ્યા મુજબ વિતેલા ર૪ કલાકમાં વધુ ૭ મોત સાથે અત્યાર સુધી સત્તાવાર મૃત્યુઆંક ૫૩૮ થયો છે.જ્યારે આજે કોરોનાના વધુ ૯૦૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જાેકે, પોઝિટિવ કેસો કરતા આજે પણ વધુ દર્દીઓ એટલે ૯૨૫ દર્દીઓ સ્વસ્થ થતા તેમને િડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

કોરોનાની સેકન્ડ વેવમાં હાહાકાર મચ્યો છે. પરંતુ પીક પર પહોંચ્યા બાદ કેટલા દિવસ થી કેસોની સંખ્યામાં ધટાડો થઈ રહ્યો છે. વિતેલા ર૪ કલાકમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૯૪ લોકોનાં મોત થયાં છે.જાે કે, તંત્ર દ્વારા વધુ ૭ મોત સાથે અત્યાર સુધી વડોદરા શહેર જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૫૩૮ થયો હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેર જિલ્લામાં વિતેલા ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૫૨૬ સેમ્પલો પૈકી ૯૦૮ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ૯,૬૧૮નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે આજે એક્ટિવ કેસોની સંખ્યા ૯૯૭૦ થઈ છે. જે પૈકી ૪૮૯ ઓક્સિજન સપોર્ટ પર અને ૩૨૧ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે, જ્યારે ૯,૧૬૦ દર્દીઓ સ્ટેબલ છે. શહેર જિલ્લામાં આજે વધુ ૯૨૫ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં ૪૯,૪૬૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા ૮૭૮૨ થઈ છે. પોઝિટિવ આવેલા કુલ દર્દીઓ પૈકી સૌથી વધુ ૨૨,૦૫૭ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના છે, જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં ૮,૪૨૯, પશ્ચિમ ઝોનમાં ૯,૬૭૧, ઉત્તર ઝોનમાં ૧૦,૦૬૯ અને દક્ષિણ ઝોનમાં ૯,૭૧૪ કેસ નોંધાયા છે. ધન્વંતરિ આરોગ્ય રથના માધ્યમથી પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કરાઈ રહેલા આરોગ્ય સર્વેમાં આજે ૫૯ તાવના અને ૧૯૮ શરદી, ખાંસીના દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર જરૂરી દવાઓ આપવામાં આી હતી. આમ બે દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં કોરોનાનું જાેર ઘટી રહ્યાનું મનાઈ રહ્યું છે.

રેમડેસિવિર ઈન્જેકશનોની ફાળવણીની માગ ઘટી ઃ ફાળવણી અપૂરતી

શહેરમાં કાળાબજારીને કારણે સરકાર દ્વારા ઈન્જેકશનના વેચાણ અને વિતરણ હાથમાં લેવાયું હોવા છતાં હજુ પણ માગ અને પુરવઠામાં ભારે અંતર રહે છે. જીપીસીબીના ઉચ્ચ અધિકારી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ આજે સોમવારે ૨૧૦ હોસ્પિટલોને ૧૧૨૫ ડોઝ રેમડેસિવિરના ઈન્જેકશનો અપાયા હતા. રેમડેસિવિરની ફાળવણીના નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીના જણાવ્યા મુજબ શહેર-જિલ્લાની ૨૧૦ હોસ્પિટલ દ્વારા ૪૩૫૮ પેશન્ટ માટે ૧૭,૩૪૭ રેમડેસિવિરની માગ કરવામાં આવી હતી. જેમને કુલ ૧૧૨૫ ઈન્જેકશન ફાળવી આપ્યા હતા. યાદી મુજબ હજુ પણ ઈન્જેકશનનો મોટો જથ્થો મોટી કોર્પોરેટ હોસ્પિટલોને વધુ જતો હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે ઈન્જેકશન સામાન્ય માનવીની પહોંચથી દૂર રહે છે. અત્યાર સુધીમાં કુલ ૫૭,૧૪૧ ઈન્જેકશનો હોસ્પિટલોને અપાયા છે. શહેર-જિલ્લામાંથી થતી હોય પરંતુ તંત્ર દ્વારા ત્રણ દિવસથી રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો નક્કી હોય એમ વધારેમાં વધારે ૧૧,૨૫૪ જ જથ્થો ફાળવવામાં આવે છે.