/
રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન કહ્યું કે, PM નાં બિનઆયોજીત લોકડાઉનનાં કારણે દેશમાં લાખો લોકોનાં જીવન થયા બરબાદ

દિલ્હી-

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આજે આ કેસનો આંક દેશમાં એક કરોડને વટાવી ગયો છે, જેના પર કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે અને એવો આક્ષેપ કર્યો છે કે તૈયારી વિના લોકડાઉનથી દેશનાં કરોડો લોકોનાં જીવન બરબાદ થઈ ગયા છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે, 'કોરોના સંક્રમણનાં એક કરોડ કેસ થઇ ગયા છે અને લગભગ 1.5 લાખ લોકો આ મહામારીનાં ભોગ બન્યા છે.' બિનઆયોજિત લોકડાઉનથી 21 દિવસમાં લડત જીતી શકાઇ નહીં, જેમ કે વડા પ્રધાને કહ્યું હતું. પરંતુ આનાથી દેશમાં કરોડોનું જીવન બરબાદ થઇ ગયુ છે.' ભારતમાં કોરોના વાયરસ સંક્રમણનાં નવા 25,152 કેસ નોંધાયા બાદ શનિવારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા એક કરોડને વટાવી ગઈ છે. જો કે, સંક્રમણમાંથી ઠીક થનારા લોકોની કુલ સંખ્યા પણ વધીને 95.50 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 347 દર્દીઓનાં મોત પછી, મૃતકોની કુલ સંખ્યા વધીને 1,45,136 થઈ ગઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution