રાજકોટ-

જિલ્લામાં વરસાદ વરસતા ધરતી પુત્રો પર ફરી રોનક જોવા મળી રહી છે અને ખેતરોના પાકમાં પણ નવું જીવનદાન જોવા મળી રહ્યું છે. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના પાણી રસ્તાઓ પર વહેતા થતાં જોવા મળ્યા હતા. રાજકોટ જિલ્લામાં વરસાદની ફરી એક વાર ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. રાજકોટ જિલ્લામાં મંગળવારે બપોર બાદ ધીમીધારે વરસાદ બાદ વરસાદ જોવા મળ્યો હતો. બુધવારે સવારે રાજકોટ જિલ્લામાં ધીમીધારે વરસાદે ગતિ પકડી હતી. ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તેમજ આસપાસના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર સવારથી વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોને ગરમી સામે મોટી રાહત જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ ખેડૂતોના ચહેરા પર ચિંતા દૂર થઈને સ્મિત જોવા મળ્યું હતું. મુરઝાઈ રહેલ મોલ પર મેઘરાજાની ફરી એન્ટ્રી થતા મળી પાકને નવું જીવનદાન મળતું જોવા મળ્યું હતું.