રાજપીપળા

રાજપીપળાની જનતાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે વર્ષ ૨૦૧૩ માં ૧૩.૩૬ કરોડ ના ખર્ચે ગૂજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વનબંધુ કલ્યાણ યોજના માંથી વોટર ફિલ્ટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો હતો.રાજપીપળા નગરપાલિકામાં ટેકનીશ્યનના અભાવે એ પ્લાન્ટ ટૂંક સમયમાં બંધ થઈ જતાં તેને ચાલુ કરાવવા પાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ગોહીલે કરજણ જળાશય યોજનામાં વન ટાઈમ સેટલમેન્ટમાં ૫૩ લાખ બાકી પડતી રકમના ૨૫ લાખ ભરી ૨૮ લાખનો નગરજનોને અને પાલિકાને પણ ફાયદો કરાવ્યો છે.આ ફિલ્ટર પ્લાન્ટને ચાલુ કરાવવા ટૂંક સમયમાં જ એની ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી ચાલુ કરવામાં આવશે અને રાજપીપળા નગરની જનતાને ચોખ્ખુ પાણી મળી રહે તે માટેનું તમામ પ્રકારનું આયોજન કરવામાં આવશે.