વાઘોડિયા

વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી એપોલો ટાયર્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતાં ઇશ્વરપુરા ગામના કામદારનું ફરજ દરમિયાન મોત નિપજતા મામલો બિચક્યો હતો.

વડોદરા જિલ્લા કામદાર સંઘ પરિવારની પડખે આવી ઊભો હતો. કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા મૃતક કામદારને વળતર આપવા પેટે કોઈ જ વાટાઘાટો ન કરવામાં આવતા પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો હતો.

બનાવની મળતી માહિતી મુજબ વાઘોડિયા લીમડા સ્થિત એપોલો ટાયર કંપનીમાં કાન્હા મેન પાવર સપ્લાય સર્વિસ કોન્ટ્રાક્ટમા વાઘોડિયાના ઇશ્વરપુરા ગામના પ્રવિણભાઇ મોહનભાઇ વસાવા ઉંમર વર્ષ (૪૫ )હ્લય્જી ડિપાર્ટમેન્ટમા ટાયર લોડિંગ કરવાનું કામ કરતા હતા. મંગળવારના રોજ કંપનીમાં ફરજ દરમિયાન બપોરે ૧૨ઃ૩૦ વાગે ચક્કર આવવાથી પડી જતા પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ માં લઇ જતા હાજર તબીબે મોત થયા અંગેનુ જણાવતા આ અંગેની જાણકારી વાઘોડિયા પોલીસ મથકે નોંધવામાં આવતા વાઘોડિયા પોલીસે અકસ્માતે મોત થયા અંગેનો ગુનો નોંધ્યો હતો. મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરવા અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

એપોલો ટાયર કંપનીમાં ફરજ બજાવતા સાથી કર્મચારી અને વડોદરા જિલ્લા કામદાર સંઘ ના પ્રતિનિધિ ચંદ્ર રાજ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કંપની કામદારનુ મોત થયા અંગેનુ સાચુ કારણ છુપાવી રહી છે.

કામદાર પ્રવિણભાઇ મોહનભાઇ વસાવા આશરે ૩૦૦ કિલો જેટલા વજનનો હેવી ટાયર ગબડાવી લોડિંગ એફજીએસ ડિપાર્ટમેન્ટમાંથીલઈ જઈ રહ્યા હતા ત્યારે આ ટાયર છાતી પર પડી જતા તેઓ તેની નીચે દબાઈ જતા નાક અને કાનમાંથી લોહિ નિકડતા મોત નિપજ્યા હોવાનો આક્ષેપ કંપની પર લગાવી આ ઘટનાના સાક્ષી કામદાર હોવાનો દાવો કરી કંપની પાસે આ કામદારના પરિવારને વળતર મળે તેવી જોરદાર માંગ પ્રબળ કરતા મામલો ગરમાયો હતો.

આ ઘટનાનાબાદ કંપની મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટર માનવતા ભૂલી ગયા હોય તેમ પરિવાર સાથે કોઈપણ પ્રકારની ખબર અંતર પૂછવા સુધ્ધા ફરક્યા નથી તેવો દાવો યુનીયન પ્રતિનિધિએ કર્યો છે. પરીવાર, સાથી કામદારો, યુનિયન તેમજ ગ્રામજનોએ જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવેલ મૃતદેહને સ્વીકારવાનો નનૈયો ભણતા મામલો ગરમાયો હતો.