દિલ્હી-

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરીથી બંને ઈંધણના ભાવમાં ભારે વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં જ્યાં પ્રતિ લીટર ૨૪થી ૨૭ પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલ પણ ૨૭થી ૩૧ પૈસા મોંઘું થયું. નોંધનીય છે કે, હાલના સમયમાં દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઈ પર ચાલી રહ્યા છે. છેલ્લા થોડાક દિવસથી ઈંધણની કિંમતોમાં સતત તેજીથી દેશના અનેક શહેરોમાં ભાવ ૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઇન્દોર, ભોપાલ અને જયપુર સહિત અનેક શહેરોમાં ભાવ ૧૦૦ રૂપિયાની નજીક છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલાન ભાવમાં તેજી જાેવા મળી રહી છે. ચૂંટણી બાદ સમયાંતરે ૧૧ દિવસમાં પેટ્રોલ ૨.૫૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.