મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ રિયા ચક્રવર્તી પર એક પછી એક અનેક આરોપો લાગ્યા અને તે ડ્રગ્સ કેસમાં પણ સામેલ હોવાનું પણ સામે આવ્યું. ત્યારે હવે એકવાર ફરી રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી ગઈ છે. રિયા હવે મુંબઈમાં એક નવું ઘર શોધી રહી છે. જેના માટે ઘણાં સમયથી તેનો પરિવાર નવું ઘર શોધવામાં લાગેલો છે. ત્યારે હાલમાં જ રિયા ચક્રવર્તીને મુંબઈના ખાર વિસ્તારમાં ઘર શોધતા કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને હવે રિયા તેના ભાઈ શૌવિકની સાથે બાન્દ્રામાં ઘર શોધતા જોવા મળી છે.

સોશિયલ મીડિયા પર રિયાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે રિયા તેના ભાઈ સાથે બાન્દ્રામાં ઘર શોધી રહી છે. આ વીડિયોમાં ફોટોગ્રાફર્સ સતત રિયાથી વાત કરવાની કોશિશ કરી રહ્યાં છે અને તેની પાછળ જઈ રહ્યાં છે. પરંતુ રિયા ફોટોગ્રાફર્સને ઈગ્નોર કરીને ત્યાંથી જતી રહે છે અને જતા જતા કહે છે તેનો પીછો ના કરો. 


ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તી જેલમાં આવ્યા બાદ પહેલીવાર તેના ભાઈ શૌવિક સાથે જોવા મળી હતી. વિરલ ભાયાનીએ રિયા અને શૌવિકનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં રિયા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી, તેણે પિંક કલરની ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેરી હતી, જેના પર લવ ઇઝ પાવર લખ્યું હતું. 

તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહ રાજપૂતના પરિવારે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ પણ રિયા પર લગાવ્યો હતો. એ પછી ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તીની એનસીબીએ ધરપકડ કરી હતી. સુશાંતને ડ્રગ એડિક્ટ બનાવવાનો આરોપ પણ રિયા પર લગાવવામાં આવ્યો હતો. જોકે, રિયા ચક્રવર્તીને 7 ઓક્ટોબરના રોજ જામીન મળી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હજી સુધી સુશાંતની મોતનું ચોક્કર કારણ સામે આવી શક્યું નથી.