મોદી-પુતિન બેઠક પહેલાં રશિયાની ભારતને મોટી સૈન્ય ઓફર: ચીન-પાક.ને તેલ રેડાયું 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, સપ્ટેમ્બર 2026  |   2772

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની આગામી બેઠક પહેલાં રશિયાએ ભારત સમક્ષ મહત્વનો સૈન્ય પ્રસ્તાવ મૂક્યો હોવાના અહેવાલ છે. ભારત પોતાની વાયુસેના અને એર ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે રશિયાએ અત્યાધુનિક જી-૫૦૦ એર ડિફેન્સ સિસ્ટમ અને જીે-૫૭ પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ માટે ઓફર રજૂ કરી હોવાનું જણાવાય છે. આ પ્રસ્તાવ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે ચીન અને પાકિસ્તાનની વધતી હવાઈ ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતીય વાયુસેનાને આધુનિક ફાઇટર જેટ અને મજબૂત એર ડિફેન્સની જરૂરિયાત છે.

ભારત પાસે પહેલેથી જ રશિયાની S-500 એર ડિફેન્સ સિસ્ટમ છે. તેની સફળતા બાદ રશિયા ભારતને વધુ પાંચ S-500સ્ક્વોડ્રન આપવાની સાથે નવી પેઢીની જી-૫૦૦ સિસ્ટમ પણ ઓફર કરી રહ્યું હોવાનું કહેવાય છે.

S-500ને બેલિસ્ટિક મિસાઇલ અને લાંબા અંતરની હવાઈ ધમકીઓ સામેની ક્ષમતાઓ માટે વિકસાવવામાં આવી છે. જાેકે, ભારત માટે અહીં એક મહત્વનો સવાલ એ છે કે સ્વદેશી એર ડિફેન્સ અને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોજેક્ટ્સ પર ચાલી રહેલા રોકાણ વચ્ચે નવી વિદેશી સિસ્ટમ ખરીદવી કેટલી યોગ્ય રહેશે.

રશિયાની બીજી મોટી ઓફર Su-57  સ્ટીલ્થ ફાઇટર જેટ છે. ભારતીય વાયુસેના લાંબા સમયથી ઘટતા ફાઇટર સ્ક્વોડ્રન અને પાંચમી પેઢીના ફાઇટર જેટની જરૂરિયાતનો સામનો કરી રહી છે. રશિયા Su-57  માટે ભારતને ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્થાનિક ઉત્પાદનની સંભાવના સાથે પ્રસ્તાવ આપી રહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જાે આ ડીલ આગળ વધે તો ભારતને ફાઇટર જેટની સંખ્યા વધારવાની સાથે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં પણ વધારો કરવાની તક મળી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution