/
કેવડિયા ખાતે આરએસએસની કોર કમિટીની ગુપ્ત બેઠક પૂર્ણ

રાજપીપળા,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જાેશી, સહ સર કાર્યવાહ મુકુંદદાજી, ડો.કૃષ્ણ ગોપાલજી સહિતના આરએસએસના ૮ મહાનુભાવોની ૪ ફેબ્રુઆરીએ કેવડિયા ટેન્ટ સીટી ખાતે શરૂ થયેલી કોર કમિટીની એક ૬ ફેબ્રુઆરી ઠક યોજાઈ હતી.રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૪ ફેબ્રુઆરીએ શરૂ થયેલી ત્રિ-દિવસીય કોર કમિટીની અત્યંત ગુપ્ત બેઠક કેવડિયા ટેન્ટ સીટી ખાતે ૬ ફેબ્રુઆરીએ મોડી સાંજે પૂર્ણ થઈ હતી.બેઠક પૂર્ણ કર્યા બાદ તમામ મહાનુભવોએ કેવડીયા આસપાસના વિવિધ તીર્થ સ્થળોની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મુલાકાત પણ લીધી હતી.

રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની દર ૩ મહિને રાષ્ટ્રીય કક્ષાની કોર કમિટીની બેઠક વિવિધ વિષયો અને મુદ્દાઓને લઈને મળતી હોય છે.કેવડિયા ખાતે આ બેઠકનો મકસદ એટલો જ હતો કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પણ નિહાળી શકાય અને સાથે સાથે બેઠક પણ યોજાઈ જાય.૪ ફેબ્રુઆરીએ સર સંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જાેશી, સહ સર કાર્યવાહ મુકુંદદાજી, ડો.કૃષ્ણ ગોપાલજી સહિતના આરએસએસ ના ૮ મહાનુભાવો કેવડિયા ખાતે આવી પહોંચી સીધા ટેન્ટ સીટી ૧ ખાતે પહોંચ્યા હતા.બાદ બપોરે ૪ વાગ્યાની આસપાસ તેઓ સુરક્ષા ઘેરા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી પાર્ક ખાતે આવી પહોંચ્યા હતા, એ દરમિયાન એ વિસ્તારને કોર્ડન કરાયો હતો. એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ છે ત્યારે કેવડિયા ખાતે ઇજીજી ના મોટા નેતાઓની હાજરી હોવાને પગલે ત્યાં સ્થાનિક અને રાજ્યના કોઈ પણ ભાજપના નેતા અને હોદ્દેદારને ન આવવા સૂચના અપાઇ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution