અમદાવાદ-

ભરૂચ કોવિડ હોસ્પિટલ તથા ગુજરાતની અનેક હોસ્પિલોમાં લાગેલી આગની ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ છે. સાથે જ અમદાવાદમાં ફાયર NOC મામલે હોસ્પિટલ સીલનો મામલો પણ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે હાઈકોર્ટ દ્વારા આ સુનાવણીમાં કોર્પોરેશનની ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસી મામલે આકરા તેવર બતાવ્યા. સાથે જ હાઈકોર્ટે કોર્પોરેશનને સવાલ કર્યા કે, ફાયર NOC ના હોય તેવી હોસ્પિટલમાં દર્દીને દાખલ જ કેમ કર્યા? ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં 1 મેના રોજ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 18 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરીને આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ipc 304, 337, 338 હેઠળ ગુનો નોંધ્યો હતો. પટેલ વેલ્ફેર હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટી પ્રમાણપત્ર ન હોવાનું ખૂલ્યું હતું.

ચીફ ફાયર ઓફિસરે કોર્ટમાં હોસ્પિટલમાં ફાયર NOC સોગંધનામુ કર્યું હતું. ત્યારે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, જે હોસ્પિટલ પાસે ફાયર NOC નથી તેમણે દર્દીને દાખલ કેમ કર્યા? ત્યારે હાઈકોર્ટમાં કોર્પોરેશનના એડવોકેટ મિહિર જોશીએ જવાબમાં કહ્યું હતું કે, AMC એ હોસ્પિટલ સામે પગલા લીધા છે. ફાયર NOC વાળી હોસ્પિટલ પાસે બીયુ પરમિશન ન હતી. તેમજ રહેણાંક મકાનમાં હોસ્પિટલ ઉભી કરાતા તેને સીલ કરાઈ હતી. વેલિડ બીયુ પરમિશન ન હતી તેથી સીલ કરાઈ છે.