/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

તમે જે પાણીપુરી ખાવ છો તે કેવી રીતે બને છે, જૂઓ!

ડોદરા, તા.૧૮

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોના આરોગ્યને ધ્યાને લઇ તેમજ હાલમાં ચોમાસું ઋતુને અનુલક્ષીને પાણીજન્ય રોગચાળો તેમજ અખાદ્ય પદાર્થોને કારણે રોગચાળો ના ફેલાય તેને ઘ્યાને રાખીને કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સતત બીજા દિવસે પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાંં આવ્યું હતં. ૧૩૨ કિલો બટાકા,ચણા,ચટણી,પુરીનો તેમજ ૭૦ લિટર પાણીપુરીના પાણીનો નાશ કર્યો હતો. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલું રહેશે તેમજ સ્વચ્છતા નહીં જાળવનાર સામે કાર્યવાહી કરાશે તેમ ડે.મ્યિુનિ.કમિશનરે કહ્યું હતંુ.

ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર ટીમ દ્વારા આજરોજ બીજા દિવસે પણ વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુ હતું અને પાણીપુરી બનાવતા ૪૭ યુનિટ પરથી અખાદ્ય ચણા, બટેટા, ચટણી, પુરી વગેરે મળી ૧૩૨ કિલો અખાધ્ય જથ્થાનો નાશ કર્યો હતો. ઉપરાંત ૭૦ લિટર પાણીપુરીના પાણીનો પણ નાશ કર્યો હતો. ચેકિંગ દરમિયાન પાણીપુરીના કેટલાક યુનિટ પર ગંદકી અને અસ્વચ્છતા હોવાથી તેમ કેટલાક પાસે ફૂટ લાયસન્સ કે રજિસ્ટ્રેશન નહીં હોવાથી નોટિસો પણ ફટકારવામાં આવી હતી. હાલ ચોમાસાના સિઝનમાં પાણીજન્ય રોગચાળાનો વ્યાપ વધ્યો છે ,ત્યારે કોર્પોરેશન પાણીપુરી સહિતના ધંધાર્થીઓને ત્યાં સઘન ચેકિંગની કામગીરી ચાલુ રાખશે તેમ ડે.કમિશનરે કહ્યું હતંુ અને જાે પાણીપુરીના વેપારીઓને નોટિસો આપવા છતાં સ્વચ્છતા નહીં જાળવે તો બંધ કરાવી દેવા સુધી પગલાં લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

કોર્પોરેશન દ્વારા પાણીપુરી જ નહીં, પરંતુ ખુલ્લામાં વેચાતા વિવિધ ખાદ્ય પદાર્થોનું ચેકિંગ ઉપરાંત તેના ઉત્પાદક યુનિટ પર જઈને પણ તપાસ કરવામાં આવશે.

શહેરમાં ક્યાં બને છે પાણીપુરી, જાણો છો?

વડોદરાના વિવિઘ વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ અને ખુમચા જાેવા મળે છે. આ પાણીપુરી મહત્તમ શહેરના વાઘોડિયા રોડ ઉકાજીનું વાડિયુ, ખોડિયારનગર, બ્રહ્માનગર, વારસિયા, પરશુરામનો ભઠ્ઠો, તાદલજા, કોતર તલાવડી, ખુશ્બુનગર, નસીબનગર, શ્રીનગર, છાણી કેનાલ રોડ, ક્રિષ્ણા નગર ટીપી-૧૩,માંજલપુર દરબાર ચોકડી, સાંઈનાથ નગર વગેરે વિસ્તારમાં બને છે. પાણીપુરી બનાવતા અને વેચતા ધંધાર્થીઓ પણ આ જ વિસ્તારમાં રહે છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા જે સ્થળે પાણીપુરી બનાવવામાં આવે છે.

પાણીપુરીના ખુંમચા અને લારીઓમાં પરપ્રાંતિયો સાથે સ્થાનિકો પણ ખરાં

વડોદરામાં મોટાભાગના લોકો ખાસ કરીને મહિલાઓ ચકાકેદાર પાણીપુરીના શોખીન છે. શહેરમાં અગાઉ સુરસાગર પાસે તેમજ ન્યાયમંદિર વિસ્તારમાં પાણીપુરીના ખુમચા જાેવા મળતાં હતાં, પરંતુ હવે શહેરના વિસ્તાર થવાની સાથે કોઈ ખુણો બાકી નહીં હોય જ્યાં પાણીપુરીની લારી કે રેકડી ના હોય. વર્ષોથી શહેરમાં પાણીપુરીનંુ વેચાણ પરપ્રાંતિયો કરે છે. જાેકે, અનેક સ્થળે સ્થાનિકો પણ આ ધંધામાં જાેવા મળે છે.

ચોમાસાની ઋતુમાં જ દેખાડા માટે ડ્રાઈવ

પાલિકા તંત્ર દ્વારા દર વર્ષે ચોમાસાની ઋતુમાં જ્યારે રોગચાળો ફેલાય ત્યારે જ પાણીપુરી કે અન્ય ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોની સામે કાર્યવાહી કરવા દોડે છે. બાકી પાણીપુરી તો શહેરના ખૂણે ખૂણે આખંુ વર્ષ વેચાય છે ત્યારે સતત ચેકિંગની કામગીરી કેમ હાથ ધરાતી નથી? તેવી ચર્ચા પણ નગરજનોમાં થઈ રહી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution