મુંબઇ 

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની ફિટનેસ અને બોલ્ડનેસના કારણે હંમેશા ચર્ચામાં જ રહે છે. દિશા સોશિયલ મીડિયા ખૂબ જ એક્ટિવ રહે છે. અને અવાર નવાર પોતાની સુંદર તસવીરો શેર કરે છે. આ વચ્ચે તેણે હાલમાં જ એક પોતાનો એક બીચ લૂક ફોટો શેર કર્યો છે. જેના શેર થયા પછી સોશિયલ મીડિયામાં ચારે બાજુ આ ફોટોની જ ચર્ચા છે. વળી આ ફોટો પણ તેટલો હોટ છે બધાની નજરે આ તસવીરથી હટતી નથી. આ ફોટોમાં દિશાએ રેડ રંગની હોટ બિકની પહેરી છે અને તે સમુદ્ર કિનારે પોતાના કર્વ્સ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. દિશાની આ તસવીર હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે.

ફોટોમાં દિશાનો આ બોલ્ડ અંદાજ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એટલું જ નહીં તેના આ ફોટો પર ટાઇગર શ્રોફની મા આયશા શ્રોફ અને બહેન કૃષ્ણા શ્રોફે પણ કોમેન્ટ કરી છે. દિશાની આ તસવીરે બધાને જ હેરાન કરી લીધા છે. જેને તેણે સન ઇમોજી સાથે પોસ્ટ કરી છે. દિશાની આ તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.