મુંબઇ-

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 14280 ની ઊપર બંધ થયું જ્યારે સેન્સેક્સે 48600.61 પર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટીએ 14,281.20 સુધી પહોંચી તો સેન્સેક્સ 48,764.40 સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સ 2314 અંક ઉછળો તો નિફ્ટી 646 અંક વધીને બંઘ થયા છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 3.03 ટકા વધીને 18,630.31 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.03 ટકાની મજબૂતીની સાથે 18,353.32 પર બંધ થયા છે. અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 2,314.84 અંક એટલે કે 5 ટકાની મજબૂતીની સાથે 48600.61 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 646.60 અંક એટલે કે 4.74 ટકાની વધારાની સાથે 14281.20 ના સ્તર પર બંધ થયા છે.

આજે પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, મેટલ, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસ 1.12-8.06 શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 8.26 ટકાના વધારાની સાથે 33,089.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફિનસર્વ, એસબીઆઈ અને લાર્સન 9.29-15.14 ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં યુપીએલ, ડૉ.રેડ્ડીઝ, સિપ્લા, ટેક મહિન્દ્રા અને એચયુએલ 0.39-4.43 ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, ચોલામંડલમ, આરબીએલ બેન્ક, અશોક લેલેન્ડ અને સેલ 10.42-11.71 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં સીજી કંઝ્યુમર, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, ઈમામી અને યુનાઈટેડ બ્રુઅરીઝ 1.54-3.24 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં આઈઆઈએફએલ ફાઈનાન્સ, એનસીસી, શ્રીરામ સીટી, એચઈજી અને અશોકા બિલ્ડકોન 10.98-19.98 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ટીએઈએલ, કેઆરબીએલ, જિંદાલ (હિસાર), જિંદાલ સ્ટેનલેસ અને ગોકળદાસ એક્સપોર્ટ 8.1-14.99 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.