ગાંધીનગર-

ગુજરાત સરકારે કોરોના મહામારીના કપરા સમયમાં બાળકોને સુરક્ષા મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર કોઈ પણ પરિવારના ૦ થી ૧૮ વર્ષના બાળકો સુરક્ષા વિનાના ન રહે એ માટે સુરક્ષા-કવચ પુરુ પાડવામાં આવ્યું છે. જે મુજબ કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય અને એ બાળક-બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ. ૩,૦૦૦ ની સહાય આપવામાં આવશે.

જ્યારે જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પણ એ બાળકની ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રુ. ૩,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો ૦૭૯-૨૬૫૮૭૭૪૦ પર સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.