સુરત-

સચિન ખાતે આવેલા દેશના પહેલાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં નિકાસની ગાડી ફરી પાટા પર ચડી રહી છે. કોવિડ કાળમાં આયાત-નિકાસમાં થયેલાં વૈશ્વિક ઘટાડાના લીધે સેઝમાંથી પણ નિકાસ ઘટી હતી. જાે કે, ગત વર્ષના અને હાલના કોવિડ પિરિયડ વચ્ચે નિકાસ ૭૮ ટકા વધી છે. વર્ષ ૨૦-૨૧માં રૂ ૧૮ હજાર કરોડ (૧.૮૦ લાખ મિલિયન)ની નિકાસ થઈ છે.

નોંધનીય છે કે સેઝમાં મોટાભાગનાં યુનિટ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીનાં છે. સેઝમાં આમ તો ૧૦૦થી વધુ યુનિટ માટે જગ્યા છે અને હાલ ૫૦થી વધુ યુનિટો એક્ટિવ છે. ડાયમંડ જવેલરી ઉપરાંત અને ચીજવસ્તુઓ આયાત-નિકાસ થાય છે. સૂત્રો કહે છે કે કેન્દ્ર સરકારની નિકાસ ડબલ કરવાની જાહેરાત બાદ અનેક સાહસિકોએ હાલ સેઝની મુલાકાત લીધી . હતી. જાે કે, અધિકારીઓ તેને બરાબર ચકાસીને આગળ વધી રહ્યા છે. જેથી ગેરરીતિ માટે કોઈ શક્યતા ન રહે.સચિન સેઝમાં આયાત થતો માલ ફરી નિકાસ કરવાનો હોય છે. એટલે કોવિડ કાળની વાત કરીએ તો એપ્રિલથી જુલાઇ-૨૦૨૦માં આયાત ૩૭ હજાર મિલિયન હતી તે ૨૯.૯૬ ટકા વધીને રૂપિયા ૪૮ હજાર મિલિયન થઈ ગઈ છે.