મુંબઈ-

૪૫ વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે. એક્ટ્રેસ હાલમાં જ એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં જાેવા મળી હતી. શિલ્પા શેટ્ટીએ માલદીવ્સ વેકેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી છે. એક તસવીરમાં શિલ્પાએ એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં જાેવા મળી હતી. આ આઉટફિટમાં જાેયા બાદ શિલ્પાની ફિલ્મ 'મૈં ખિલાડી તુ અનાડી'ની યાદ આવી ગઈ હતી. ૧૯૯૪માં રિલીઝ થયેલી આ ફિલ્મના ગીત 'ચુરા કે દિલ મેરા ગોરીયા ચલી'માં શિલ્પાએ એનિમલ પ્રિન્ટેડ ટુ પીસ ડ્રેસ પહેર્યો હતો.

આવો જ ડ્રેસ શિલ્પાએ માલદીવ્સ વેકેશનમાં પહેર્યો છે. શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પણ વેકેશનની તસવીરો શૅર કરી હતી. ૧૫ ફેબ્રુઆરીના રોજ શિલ્પાની દીકરીનો પહેલો જન્મદિવસ હતો. સમીશાનો જન્મ સરોગસીથી થયો હતો. શિલ્પા શેટ્ટી પરિવાર સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા ગઈ હતી. શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ ૨૦૦૯માં ૨૨ નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ ૨૦૧૨માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના ૧૧ વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની હતી.