કપિલ શર્મા અને તેની ટીમ પોપ્યુલર કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'ને ફરી એક વખત ટીવી સ્ક્રીન્સ પર રજૂ કરવા જઈ રહ્યા છે. કપિલ શર્મા, ભારતી સિંઘ અને સુમોના ચક્રવર્તી આ શોના સેટ્સ પર પાછા ફર્યા છે. તેમણે સેફ્ટી પ્રિકોશન્સની સાથે શૂટિંગ શરૂ કર્યું છે. આ પહેલાં કહેવામાં આવ્યું હતું કે, 'ધ કપિલ શર્મા શો'માં સૌપ્રથમ ગેસ્ટ સોનુ સૂદ રહેશે. જેના પછી આ શોમાં મનોજ બાજપેયી જોવા મળે એવી શક્યતા છે.

લૉકડાઉનના અંદાજે ત્રણ મહિના બાદ ટીવી સિરિયલ્સના શૂટિંગ શરૂ થઈ ગયા છે. આ દરમિયાન કોમેડી કિંગ કપિલ શર્માએ પોતાના શોનું શૂટિંગ શરૂ કર્યું હતું. કપિલ શર્માની સાથે ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી સહિત અન્ય ક્રૂ મેમ્બર્સ સેટ પર પરત ફર્યાં હતાં.

કપિલ શર્મા, ભારતી સિંહ તથા અચર્ના પૂરણ સિંહે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યાં હતાં. આ વીડિયોમાં સેટ પર આવતા પહેલાં તમામ લોકો કઈ રીતની સાવધાની રાખે છે, તે બતાવવામાં આવ્યું હતું. ભારતી તથા સુમોના શૂટિંગને લઈ ઘણાં જ ઉત્સાહિત જોવા મળ્યાં હતાં.શોના કોન્સેપ્ટમાં ફેરફાર થશે. આ શોનું પ્રસારણ 22 માર્ચના રોજ કરવામાં આવ્યું હતું.