મોસ્કો/ઇસ્લામાબાદ-

રશિયાએ ભારતના કટ્ટર વિરોધી પાકિસ્તાન માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે. રશિયાએ જાહેરાત કરી કે તેઓએ પોતાના કાસૂર શહેરથી પાકિસ્તાનના કરાચી શહેર સુધી પાઇપલાઇન પાથરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ બાદ હવે પાકિસ્તાનમાં એવી આશા વ્યકત કરાઇ છે કે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ ગેસ પાઇપલાઇનની આધારશિલાને રાખવા માટે કરાચીનો પ્રવાસ કરી શકે છે.

આ ગેસ પાઇલ લાઇનનું નામ પહેલાં નોર્થ-સાઉથ ગેસ પાઇપલાઇન હતું અને હવે તેનું નામ પાકિસ્તાન સ્ટીમ ગેસ પાઇપલાઇન કરી દેવાયું છે. બંને દેશ શીત યુદ્ધના સમયથી ચાલતી આવતી પોતાની દુશ્મનીને ભૂલી સંબંધોને સારા બનાવા માંગે છે. આ કરાર પર રૂસ અને પાકિસ્તાનની વચ્ચે મૂળરૂપથી ૨૦૧૫ની સાલમાં કરાર થયો હતો. પરંતુ રૂસી કંપનીઓ પર અમેરિકન પ્રતિબંધોના લીધે ૧૧૨૨ કિલોમીટર લાંબી પાઇપલાઇનનું કામ શરૂ થઇ શકયું નથી.

હવે બંને પક્ષોએ તમામ પડકારોને દૂર કરી લીધા છે અને એક નવી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. તેના અંતર્ગત ગેસ પાઇપલાઇનમાં ૭૪ ટકા પાકિસ્તાનના હશે. આની પહેલાં આખી પાઇપલાઇનને રૂસે બનાવી હતી. આ આખા પ્રોજેક્ટ પર અંદાજે ૨.૨૫ અબજ ડોલરનો ખર્ચ આવશે. એક વખત પાઇપલાઇન જ્યારે પૂરી થઇ જશે તો ગેસથી સમૃદ્ઘ રશિયા તેની નિકાસ પાકિસ્તાનને કરી શકશે.પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે આ પ્રોજેક્ટ માત્ર આર્થિક મહત્વ જ ધરાવતું નથી પરંતુ પાકિસ્તાન માટે રણનીતિક મહત્વ પણ છે. પાકિસ્તાન પોતાની વિદેશ નીતિમાં વિવિધતા લાવવા માટે રૂસની સાથે સંબંધોને મજબૂત કરવા માંગે છે. આની પહેલાં અંદાજે ૯ વર્ષના અંતરાલ બાદ રૂસી વિદાશ મંત્રી સર્ગેઇ લવરોવ પાકિસ્તાનના પ્રવાસ પર આવ્યા હતા. આ દરમ્યાન ઇમરાન ખાને પુતિનને આમંત્રણ આપ્યું હતું.