છ કારોબારી સભ્યોના સાગમટે રાજીનામા!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026  |   4158

ઠાસરા તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળી (ટીચર્સ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.)માં મોટો વહીવટી ભૂકંપ સર્જાયો છે. ટીચર્સ મંડળીના પ્રમુખ અને મંત્રીની મનસ્વી કારોબારી શૈલી તથા વહીવટી ગેરરીતિઓથી કંટાળીને કારોબારી સમિતિના છ જેટલા સભ્યોએ એકસાથે રાજીનામા ધરી દઈ ધડાકો કર્યો છે.

કારોબારી સભ્યોએ વિરોધ દર્શાવતા પત્રોમાં ગંભીર આરોપો મૂક્યા છે કે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ટીચર્સ મંડળીની એક પણ કારોબારી મીટિંગ બોલાવવામાં આવી નથી. સભ્યોને અંધારામાં રાખીને પ્રમુખ અને મંત્રી દ્વારા પોતાની મનસ્વી નીતિઓથી તમામ પ્રકારના ધિરાણો, ખર્ચાઓ અને અન્ય નાણાકીય વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જ્યારે સંપૂર્ણ વહીવટ પ્રમુખ-મંત્રી જ પોતાની રીતે કરતા હોય, તો ટીચર્સ મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે રહેવાનો કોઈ અર્થ સરતો નથી. વધુમાં, વર્ષ ૨૦૨૫-૨૬ના ડિવિડન્ડ અને ફરજિયાત બચત પરના વ્યાજ મુદ્દે સોશિયલ મીડિયા ગ્રુપોમાં શિક્ષક સભાસદોનો ભારે રોષ જાેવા મળી રહ્યો છે. પ્રમુખ-મંત્રીની મનમાનીના કારણે નિર્દોષ કારોબારી સભ્યો પર શંકાની સોય ચીંધાઈ રહી છે અને તેમના પર અવિશ્વાસ ઊભો થઈ રહ્યો છે. ટીચર્સ મંડળીમાં ઊભી થયેલી આ અસહ્ય સ્થિતિ અને ડાઘાદાર વહીવટમાંથી મુક્ત થવા સભ્યોએ રાજીનામા આપ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution