/
કેટલાક કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા ચૂંટણી લડી રહ્યા છે ઃ કનૈયાકુમાર

વડોદરા, તા.૨૯

વડોદરામાં સયાજીગંજ અને રાવપુરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે કનૈયાકુમારે બે સ્થળોએ સભા સંબોધી હતી. ગોરવા ખાતે યોજાયેલી સભામાં તેમણે કહ્યું હતું કે, કેટલાક કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તમારે ગ્લોબલ કે નેશનલ લીડર ચૂંટવો છે કે સ્થાનિક લીડર તેમ કહ્યું હતું.

બીજા તબક્કામાં તા.પમી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે. આજે વડોદરામાં કોંગ્રેસના નેતા કનૈયાકુમારની ગોરવા આઈટીઆઈ પાસે અને નાગરવાડામાં જાહેરસભા યોજાઈ હતી. ગોરવા વિસ્તારમાં જાહેરસભામાં સંબોધતાં કનૈયાકુમારે કહ્યું હતું કે, ગુજરાતમાં ર૭ વર્ષથી ભાજપ સત્તા પર છે એટલે એક પૂરી પેઢીએ કોંગ્રેસની સરકાર જાેઈ જ નથી.

તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક સરકારી સ્કૂલો કેમ બંધ કરી? પોલીસમાં પણ અલગ અલગ પગાર કેમ મળે છે? પેન્શનની ગેરંટી નથી તમે જે નિર્ણય કરો છો તે માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ ફોલો કરે છે. ગુજરાત વિચારે ત્યારે માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પરિવર્તન થાય છે. ૨૦૧૭માં પણ કોંગ્રેસ જીતવા માટે ચૂંટણી લડી હતી અને ર૦રરમાં પણ, પરંતુ આપ પર આડકતરી રીતે પ્રહાર કરતાં કહ્યું હતું કે, કેટલાક લોકો કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવા માટે ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી સકારાત્મક પ્રચાર લઈને આવી છે. કોંગ્રેસ પક્ષે જે આઠ વચનો આપ્યાં છે તે સરકાર બનશે તો તે તમામ પૂરા કરશે તેમ પણ તેમણે કહ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution