રાજપીપળા : રાજપીપળામાં બસમાં મુસાફરી કરતી એક મહિલા સાથે અજાણ્યા યુવાને અડપલાં કર્યા હતા, પરિણામ સ્વરૂપે યુવાનને જાહેરમાં મેથીપાક ખાવાનો વારો આવ્યો હતો. 

વડોદરાથી રાજપીપળા વચ્ચે એસટી બસમાં સફર દરમિયાનનો, શુક્રવારે સાંજે એક મહિલા રાજપીપળા આવવા વડોદરાથી એસટી બસમાં બેઠી.એની બાજુમાં એક અજાણ્યો યુવાન આવીને બેસી ગયો.બસ જેમ જેમ આગળ ગઈ તેમ તેમ એ યુવાને મહિલા સાથે અડપલાં કરવાના શરૂ કર્યા.એક સમયે તો મહિલા પણ ગભરાઈ ગઈ હતી, પણ રાજપીપળા નજીક આવવાનો સમય થયો ત્યારે મહિલાએ અડપલાં કરનાર યુવાનને ખબર ન પડે એવી રીતે પોતાના સબંધીને ફોન દ્વારા આ બાબતની જાણ કરી.મોડી સાંજે બસ રાજપીપળા ડેપોમાં પહોંચી, અડપલાં કરનાર યુવાન બસ માંથી નીચે ઉતર્યો કે મહિલાએ ઈશારો કરી યુવાનની ઓળખ કરાવી.બાદમાં ત્યાં મહિલાના સબંધીએ અડપલાં કરનાર યુવાનની જાહેરમાં ધોલાઈ કરવાની ચાલુ કરી દીધી. હતી. લોકોના ટોળા એકઠા થયા હતા. માર ખાવાથી ગભરાયેલો યુવાન એ મહિલાના પગ પકડી પોતાને બચાવી લેવા માટે રીતસરની આજીજી કરવા લાગ્યો હતો. પરંતુ ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ ઉપરા છાપરી લપડાકો મારતા લોકટોળા એકઠાં થયા બાદ આખરે આ યુવાનને જતો કર્યો હતો.અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે મહિલા સાથે અડપલાં કર્યા એ બદલ યુવાનને જે સજા મળી એને લોકો યોગ્ય જ ગણી રહ્યા છે પણ સાથે સાથે રાજપીપળા એસટી ડેપો પર કાયમ માટે એક પોલીસ પોઇન્ટની પણ લોકો માંગ કરી રહ્યા છે.