કોરોનાએ સર્જેલા નિરાશાના કાજળઘેરા વાદળોની છાતી ચીરીને ઉત્સવો ઉજવવાના ઉમંગનો સૂર્ય ફરી ઝળહળી રહ્યો છે. લાંબા કાળ બાદ અશ્રુઓની ખારાશ, ડૂંસકાઓનો ઘૂઘવાટ, સ્વજનને ખોવાથી સર્જાયેલા શુન્યાવકાશમાં પડઘાતી વેદના વિસરીને ઋતુરાજ વસંતના અત્યંત લોકપ્રિય તહેવાર ‘રંગોત્સવ’ ઉજવવા આબાલ-વૃદ્ધ થનગની રહ્યા છે. રંગથી ઘાણી-ખજુર અને પિચકારીથી માંડી પતાસા સુધીની ચીજાેથી બજારો ઉભરાઈ રહ્યા છે. તસવીરો ઃ કેયુર ભાટીયા