ભરૂચ, લોકડાઉન અને કોરોના કાળથી જ ભરચક વિસ્તારોને બંધ કરી દેવાયા હતા. જેમાં નાના મોટા તમામ ધંધા ઓ બંધ કરી દેવાયા હતા.ભરૂચના મુખ્ય બજારમાં રવિવારી બાજરી નો રંગ જામતો હતો જે હવે ધીરે ધીરે શરૂ થતા આજે રવિવારી ભરાતા નગરપાલિકાના અધિકારીઓ ના પેટમાં દુખાવો ઉભડતા તમામ નાના વેપારીઓ ને હટાવી દેવાના ચક્રોગતિમાન કર્યા હતા.જાેકે હવે મોંઘવારી અને બેરોજગાર બનેલા આ ધંધાદારીઓ હવે એક્શન માં આવી ગયા છે. નગરપાલિકા એ રજૂઆત કરવા પહોંચેલા આ ધંધાદારી ઓ માટે પોલીસ કાફલો આવ્યો હતો.ભરૂચની પ્રજા નગરપાલિકા પહોંચે એટલે પોલીસ કાફલો ત્યાં હાજર હોય છે ત્યાં સરકારી ગાઈડ લાઈન પાલન કરવા કહે છે તો શું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરાયા એમાં આ ગાઇડલાઇન નાબૂદ કરવામાં આવી છે તો ત્યાં પોલીસ કાર્યવાહી કરશે નહિ. અને જાે સામાન્ય પ્રજા રજૂઆત કરવા આવે તો અધિકારીઓ ના તળવા ચાટી પોલીસ હાજર રહે છે. રવિવારી ના વેપારીઓ નગરપાલિકાના ગેટ ઉપર જ વેચાણ કરવા મજબુર બન્યા અને દર રવિવારે રાબેતા મુજબ ધંધા કરવા દેવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે.