આણંદ : આજે રાજ્યની છ મહાપાલિકાઓમાં ભાજપે મેળવેલાં પ્રચંડ વિજયના પગલે આણંદ પંથકમાં યોજાનારી પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મહાપાલિકા જેવી જીત મેળવવા ભાજપમાં નવો ઉત્સાહનો સંચાર જાેવાં મળ્યો હતો. બીજી તરફ સુરતમાં આપને મળેલાં આવકારને લઈ;ે આણંદમાં પણ આપ સજ્જ થઈ ચૂક્યું છે. બીજી બાજુ કોંગ્રેસે મતદાનના અંતિમ ચરણમાં રચાતાં ખેલના પગલે ચોક્સાઈનું આયોજન હાથ ધર્યાંનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આજે મહાપાલિકાઓના યોજાયેલાં ચૂંટણી જંગના પરિણામ જાહેર થતાં ભાજપનં ભવ્ય વિજય થયો હતો. આ વિજય પાછળ મતદાનના દિવસે શરૂઆતના સમયમાં સામાન્ય મતદાન થયાં બાદ અંતિમ બે કલાકના ગાળામાં જે રીતે મતદાન થયું તેને માનવામાં આવે છે. પરિણામે વિપક્ષ દ્વારા આગામી રવિવારે આણંદ પંથકમાં યોજાનાર જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકા ચૂંટણીમાં મતદાનના અંતિમ ચરણમાં કોઇક ખેલ રચાવાની શક્યતાના પગલે ચોક્સાઈ રાખવાની સ્ટ્રેટેજી ઘડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. બીજી બાજુ મહાપાલિકાના વિજયના પગલે આણંદ ભાજપમાં ઉત્સાહનું મોજું ઊભું થયું છે. બીજી તરફ સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ દેખાવ કર્યો છે તે જાેતાં આણંદમાં પણ આપમાં ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. આપના સૂત્રોનું કહેવું છે કે, પાર્ટીએ સુરતમાં જે દેખાવ કર્યો છે તેને આણંદમાં આગળ ધપાવશું.