• વડોદરા, તા.૩
  • વડોદરા ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનના હોદ્દેદારો સ્થાયી સમિતિના સભ્યોની સંકલન સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં પાલિકામાંં ભાજપ પક્ષના નેતાએ મશીનથી રોડની સફાઈનો કોન્ટ્રાક્ટ લેવાની વાત કરતા ભાજપના પ્રદેશ મહામંત્રીએ તેઓને બધાની વચ્ચે ખખડાવી નાખ્યા હતા અને આવી અયોગ્ય માંગણી કરવાથી તમારી અને પક્ષની પ્રતિષ્ઠા પર અસર પડે છે તેવી ટીકા પણ કરી હોંવાનુ જાણવા મળે છે.
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સયાજીગંજ મનુભાઈ ટાવર સ્થિત કાર્યાલય ખાતે કોર્પોરેશનના હોદ્દેદારો સ્થાયી સમિતિના સભ્યો અને ભાજપના હોદ્દેદારોની બનેલી સંકલન સમિતિની બેઠક સ્થાયી કે સભા હોંય તે પૂર્વે મળતી હોય છે. જેમાં અવારનવાર ભાજપના જ સભ્યો તેમજ સંગઠન વચ્ચેની જૂથબંઘી સપાટી પર આવતી હોય છે. સાથે વિવિધ વિકાસના કામોમાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ચર્ચામાં આવતો હોય છે.જાેકે, તમામ નિર્ણય સંકલનની બેઠકમાંજ કરવામાં આવતા હોંય છે.
  • શુક્રવારે સ્થાયી સમિતીની બેઠક પૂર્વે ભાજપની મળેલી સંકલન સમિતિની બેઠકમાં કોર્પોરેશનના ભાજપના નેતા અલ્પેખ લિમ્બાચીયા એ સફાઈ ની કામગીરી અંગે ચર્ચા દરમિયાન જણાવ્યું કે મશીનથી જે રસ્તાની મશીનરી દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે તેનો કોન્ટ્રાક્ટ મને આપી દો હું સારામાં સારી રીતે કામગીરી કરીને બતાવીશ.
  • જાેકે, આ વાત કરતા જ ભાજપના પ્રદેશ મહામંત્રી એ પક્ષના નેતાને ખખડાવી નાખ્યા હતા અને જણાવ્યું હતું કે, એક વખત કોર્પોરેશનનું નુકસાન થશે તો વાંધો નથી પરંતુ તમારે તમારો ફાયદો વિચારવાનો નથી કોર્પોરેટર તરીકે ધંધો કરવાનો નથી લોકોના કામ કરવાના છે આવું વિચારશો તો તમને અને પક્ષની પ્રતિષ્ઠા ને પણ નુકસાન થશે. જાેકે, પ્રદેશ મહામંત્રીએ પક્ષના નેતાએ તતડાવી નાંખ્યા હોંવની વાતને લઈ ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.ઉલ્લેખનિય છે કે, આ પૂર્વે પણ પાલિકામાં ભાજપના હોદ્દેદારો વચ્ચે વિવાદ થયો હતો.