અજય દેવગણની ફિલ્મ 'ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા'ને દર્શકોને આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનો ફર્સ્ટ લુક પહેલાં જ રિલીઝ થઇ ચૂક્યો છે અને હવે આ ફિલ્મમાંથી સોનાક્ષી સિન્હાનો લુક સામે આવ્યો છે. સોનાક્ષી સિન્હા આ ફિલ્મમાં સુંદરબેન જેઠા મધારપર્યાનો રોલ પ્લે કરી રહી છે.

સોનાક્ષી સિન્હાનો તેમાં ગુજરાતી લુક જોવા મળી રહ્યો છે અને તેના ચહેરા પર એક અલગ જ તેજ જોવા મળ્યું રહ્યું છે. આ પોસ્ટરને શેર કરવાની સાથે જ સોનાક્ષી સિન્હાએ લખ્યું છે, 'સુંદરબેન જેઠા મધારપર્યાનો રોલ પ્લે કરી ખૂબ સન્માનિત અનુભવી રહી છે. એક એવી બહાદુર સમાજસેવિકા જેણે 299 મહિલાઓની સાથે ભારતીય સેનાનો સાથ આપ્યો હતો.

તમને જણાવી દઇએ કે મહિલાઓની આ ફૌજે સેના માટે રનવે તૈયાર કર્યો હતો.  તમને જણાવી દઇએ કે 'ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' 1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી ફિલ્મ છે. તેમાં અજય દેવગણ લીડ રોલ પ્લે કરી રહ્યા છે, જોકે એરફોર્સના વિંગ કમાંડર વિજય કાર્ણિકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાંથી અજય દેવગણનો લુક પહેલાં જ સામે આવી ચૂક્યો છે. કાર્ણિક 1971ના યુદ્ધમાં એરબેસના ઇન્ચાર્જ હતા. પાકિસ્તાની બોમ્બમારી છતાં તેમણે એરબેઝ પર ઓપરેશનલ ચાલુ રાખ્યું હતું. 

 અભિષેક દુધૈયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગણ, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, નોરા ફતેહી અને શરદ કેલકર જેવા કલાકારો જોવા મળશે. ભૂષણ કુમાર ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ આવવાની બાકી છે પરંતુ આ કન્ફોર્મ થઇ ગયું છે કે 'ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા' ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થશે.