લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026 |
4257
ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ દાણચોરી સામે નોંધપાત્ર સફળતા મેળવી છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રોલિંગ કરતી વખતે, જવાનોએ એક બાંગ્લાદેશી નાગરિકને મોટા જથ્થામાં સોના સાથેે પકડી લીધો. આરોપી ભારતીય ક્ષેત્રમાં સોનાનો મોટો જથ્થો દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જાેકે, જવાનોની સતર્કતાને કારણે દાણચોરના આયોજનોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા.BSF અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, શનિવારે સાંજે નાદિયા જિલ્લાના હલદરપારા સરહદ ચોકી નજીક આ કાર્યવાહી કરવામાં આવી હતી. BSFની ૩૨મી બટાલિયન આ વિસ્તારની સુરક્ષા માટે જવાબદાર છે. જ્યારે કર્મચારીઓએ બાંગ્લાદેશી નાગરિકને ઘેરી લીધો અને તેની શોધખોળ કરી, ત્યારે તેની પાસેથી કુલ ૮૯ સોનાના બિસ્કિટ મળી આવ્યા. જપ્ત કરાયેલા સોનાનું વજન કરવામાં આવ્યું, ત્યારે તેનું વજન ૧૧.૨૮ કિલોગ્રામથી વધુ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સોનાની કુલ અંદાજિત કિંમત આશરે રૂા.૧૭.૪૦ કરોડ હોવાનો અંદાજ છે.