લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ઓગ્સ્ટ 2026 |
2277
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી દીધી હતી, જેનો ભારે વિરોધ થયો હતો. હવે આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેંચે એક મહત્ત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, ‘બંધારણમાં શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર દરેક નાગરિકને આપવામાં આવ્યો છે. તેથી વિદ્યાર્થીઓને પ્રોટેસ્ટ કરવાનો પૂરો હક છે અને તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.’
સૂર્યકાંતે સુનાવણી દરમિયાન પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા કહ્યું હતું કે, ‘હું પણ વિદ્યાર્થી તરીકે સક્રિય રહ્યો છું. જાે માની પણ લઈએ કે તેઓ ખોટા છે, છતાં પણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. આ મારી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીત છે. આ મુદ્દો ઉઠાવનારા કોણ છે? આ સંપૂર્ણપણે બિનજરૂરી છે અને આમાં કોઈ લેવાદેવા નથી
.’ ચીફ જસ્ટિસે તમામ વિદ્યાર્થીઓને વકીલ તરીકે પોતાની નોંધણી કરાવવા અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન સાથે જાેડાવવા માટે કહ્યું હતું. આ ઉપરાંત, તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘હું આ વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય (લીગલ એઇડ) પૂરી પાડતા કોર્સ અને કામગીરી માટેની પેનલમાં સામેલ કરશે.