/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુરત: રેમડેસીવીરના કાળાબજાર કરતી મહિલાની ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ધરપકડ

સુરત-

કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઇન્જેક્શનની અછત વચ્ચે ઇન્જેક્શન કાળા બજાર કરનારાઓ બેફામ બન્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી બાદ અડાજણ ડી માર્ટ પાસે હિતેશ રેતીવાલા નામનો વ્યક્તિ તેની પત્ની સાથે મળીને કોરોનાના દર્દીને આપતા રેમડેસીવીર ઇન્જેક્શન પોતાની પાસે ગેરકાયદેસર રાખી કાળા બજારમાં બજાર કિંમત કરતા ઊંચી કિંમતે વેચી રહ્યા છે. આ જાણકારી ક્રાઇમ બ્રાન્ચે બાદ એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો.

ડમી ગ્રાહક હિતેશ રેતી વાલા ને ફોન કરી ત્રણ ઇન્જેકશનની માંગણી કરી હતી દરમિયાન હિતેશ રેતીવાલા એક ઈન્જેક્શનના ૧૧૦૦૦ થશે તેવી વાત કરી હતી ત્યાર બાદ પત્ની રશ્મી હિતેશ વાલાને પોલીસે ઝડપી પાડી હતી પોલીસે હિતેશ રેતી વાલાને વોન્ટેડ જાહેર કરી તેની પત્ની પાસેથી જુદા-જુદા બે પ્રકારના ૩ રેમડેસિવિર ઇન્જેક્શન રૂપિયા ૩૪૧૯ મોબાઇલ ફોન તેમજ એકટીવા મળી કુલ રૂપિયા ૮૩૪૧૯નો માલ કબજે કર્યો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution