/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી:નોકઆઉટ મેચોનું શેડ્યૂલ જાહેર

નવી દિલ્હી

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ભારતમાં કોરોના યુગ દરમિયાન રમવામાં આવેલી પ્રથમ સ્થાનિક ટૂર્નામેન્ટ હવે ધીરે ધીરે નોકઆઉટ મેચ તરફ આગળ વધી રહી છે. બીસીસીઆઈએ તેના ટિ્‌વટર એકાઉન્ટ પર તેનું શેડ્યૂલ શેર કર્યું છે. આ અંતર્ગત ટૂર્નામેન્ટની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ ૨૬ જાન્યુઆરીએ કર્ણાટક અને પંજાબ વચ્ચે રમાશે. આ સિવાય બીજાે ક્વાર્ટર ફાઇનલ તે જ દિવસે તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ વચ્ચે રમાશે. દર્શકોની ક્ષમતાના સંદર્ભમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે તમામ નોકઆઉટ તબક્કાઓ રમવામાં આવશે.

બીસીસીઆઈના જણાવ્યા અનુસાર ટૂર્નામેન્ટની અન્ય બે ક્વાર્ટર ફાઇનલ ૨૭ જાન્યુઆરીએ રમાશે. આમાં ત્રીજી ક્વાર્ટર મેચમાં હરિયાણાનો સામનો બરોડા સાથે થશે, જ્યારે ચોથી અને છેલ્લી મેચમાં રાજસ્થાન અને બિહારનો સામનો થશે. ૨૭ જાન્યુઆરીએ ક્વાર્ટર ફાઇનલ મેચ સમાપ્ત થયા પછી ૨૯ મી જાન્યુઆરીએ સેમિ ફાઇનલ મેચ રમવામાં આવશે.

૨૯ જાન્યુઆરીએ, બીજા અને ચોથા ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમો પ્રથમ સેમિ-ફાઈનલમાં રમશે. આ ઉપરાંત બીજી સેમિફાઇનલ તે જ દિવસે રમવામાં આવશે જેમાં પ્રથમ અને ત્રીજી ક્વાર્ટર ફાઇનલની વિજેતા ટીમો એકબીજાની સામે ટકરાશે. ટૂર્નામેન્ટની અંતિમ મેચ ૩૧ જાન્યુઆરીએ રમાશે.

નોકઆઉટ મેચ શેડ્યૂલ

પ્રથમ ક્વાર્ટર ફાઇનલ ૨૬ જાન્યુઆરી કર્ણાટક વી. પંજાબ

બીજા ક્વાર્ટર ફાઇનલ ૨૬ જાન્યુઆરી તમિળનાડુ વી. હિમાચલ પ્રદેશ

ત્રીજી ક્વાર્ટર ફાઇનલ ૨૭ જાન્યુઆરી હરિયાણા વી. બરોડા વચ્ચે

ચોથા ક્વાર્ટર ફાઇનલ ૨૭ જાન્યુઆરી રાજસ્થાન વી. બિહાર

પ્રથમ સેમિફાઇનલ ૨૯ જાન્યુઆરી બીજા અને ચોથા ક્વાર્ટર ફાઇનલ વિજેતાઓ

બીજી સેમિ ફાઇનલ ૨૯ જાન્યુઆરી પ્રથમ અને ત્રીજી ક્વાર્ટર ફાઇનલ વિજેતા

ટુર્નામેન્ટ ફાઇનલ ૩૧ જાન્યુઆરી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution