પ્રોફેશનલ બેઝબોલ લીગ ઓફ સાઉથ કોરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના રોગચાળા વચ્ચે દર્શકોને આગામી સમયમાં મેચ દરમિયાન  સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી મળી શકે છે, પરંતુ માસ્ક પહેરીને ઓછામાં ઓછી એક સીટ છોડીને બેસવું પડશે. કોરિયન બેઝબોલ સંગઠને મંગળવારે કહ્યું હતું કે ગેલેરીમાં દર્શકોને ખાવાની પરવાનગી આપવામાં આવશે નહિ.

ટીમોને પેહલા કુલ સીટોના ફક્ત 30 ટકા ટીકીટ વેચવાની મંજૂરી આપવામાં આવશે, જે પછીથી વધારીને 50 ટકા કરી શકાય છે. પ્રેક્ષકોનું ટેમ્પરેચર તપાસવામાં આવશે અને તેઓ મેચ દરમિયાન બૂમો પાડી કે ગાઈ શકાશે નહીં. બીયરની બોટલો પણ લાવી શકાશે નહીં અને ફક્ત પાણી અથવા આલ્કોહોલ મુક્ત પીણાં જ લઈ શકાય.

ટિકિટ ફક્ત કાર્ડ દ્વારા જ ખરીદી શકાય છે. બેસબોલ મે મહિનામાં દક્ષિણ કોરિયામાં ફરી શરૂ થયુ, પરંતુ ટીમોને ખાલી ન લાગે તે માટે બેઠકો પર બેનરો, પુતળાઓ અથવા ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા હતા.