ઓકલેન્ડ

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ૧૫ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે સાઉથીએ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં તેની વિકેટની સંખ્યા વધારીને ૯૯ કરી દીધી. ટિમ સાઉથીએ ૮૩ ટી-૨૦ મેચોમાં ૨૫ ની સરેરાશથી ૯૯ વિકેટ ઝડપી છે. સૌથી વધુ વિકેટ શ્રીલંકાના બોલર લસિથ મલિંગાના નામે છે જેણે ૮૪ ટી ૨૦ મેચોમાં ૧૦૭ વિકેટ લીધી છે. ત્રીજો નંબર પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીનો છે. જેણે ૯૯ મેચોમાં ૯૮ વિકેટ ઝડપી છે. ચોથા નંબર પર રાશિદ ખાન ૫૧ મેચમાં ૯૫ વિકેટ અને પાંચમા નંબર પર શાકિબ અલ હસન ૭૬ મેચમાં ૯૨ વિકેટ છે. ટી-૨૦ ઇતિહાસમાં ફક્ત પાંચ ખેલાડીઓએ ૯૦ થી વધુ વિકેટ લીધી છે.