દિલ્હી-

ટાટા ગ્રુપની ફ્લેગશિપ ફર્મ ટાટા કંસલ્ટન્સી સર્વિસ દુનિયાની સૌથી વધારે વેલ્યૂવાળી સૉફ્ટવેર કંપની બની ગઈ છે. ટીસીએસની માર્કેટ કેપ 169.9 અબજ ડૉલર (લગભગ 12,43,540.29 કરોડ રૂપિયા)ને પાર કરી ગઈ છે. ગત વર્ષે ઑક્ટોબરમાં પણ એક આવી તક આવી, જ્યારે ભારતની આ દિગ્ગજ આઈટી કંપનીએ એક્સેંચરને સૌથી વધારે માર્કેટ કેપવાળી સૉફ્ટવેર કંપનીના મામલે પાછળ છોડી દીધી.

ઇન્ડસ્ટ્રી બાદ ભારતમાં 12 લાખથી વધારે માર્કેટ કેપનો રેકૉર્ડ બનાવનારી કંપનીનો રેકૉર્ડ પણ ટીસીએસના નામે છે. વર્ષ 2018માં આઇબીએમ આ માર્કેટમાં ટોચની કંપની હતી. આ દરમિયાન આઇબીએમનું કુલ રેવેન્યૂ ટીસીએસની તુલનામાં લગભગ 300 ટકા વધારે હતુ. ત્યારબાદ બીજા સ્થાન પર એક્સેંચરનું નામ હતુ. જાે કે ગત વર્ષે એપ્રિલમાં ટીસીએસનું માર્કેટ ૧૦૦ અબજ ડૉલર પાર પહોંચ્યું હતુ. ૦૮ જાન્યુઆરી ૨૦૧૧ના ટીસીએસએ પોતાના ત્રીજા ત્રિમાસિકગાળાના આંકડાઓ જાહેર કર્યા હતા. ત્રીજા ત્રિમાસિકગાળામાં કંપનીનું પ્રદર્શન ઘણું જ શાનદાર રહ્યું હતુ.

ત્યારબાદથી જ આ શેયરોમાં તેજી આવેલી છે. 31 ડિસેમ્બર 2020ના સમાપ્ત આ ત્રિમાસિગાળામાં કંપનીનો કંસોલિડેટેડ નફો 8,710 કરોડ રૂપિયા હતો, જેના 8515 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. ગત ત્રિમાસિકગાળામાં કંપનીનો કંસોલિડેટેડ નફો 8,433 કરોડ રૂપિયા હતો. ત્રીજા ત્રિમાસિકગાળામાં કંપનીના નફામાં ત્રિમાસિક આધાર પર 16.4 ટકા અને વાર્ષિક આધાર પર 7.1 ટકાનો વધારો જાેવા મળ્યો છે. આ જ રીતે ત્રીજા ત્રિમાસિકગાળામાં કંપનીની આવકમાં ત્રિમાસિકના આધાર પર 4.7 ટકાનો વધારો થયો છે, જ્યારે વાર્ષિક આધાર પર કંપનીની આવકમાં 5.5 ટકાનો વધારો થયો છે.