મુંબઇ

બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝ દર વર્ષે ન્યૂ યરની પાર્ટીઝમાં પરફોર્મ કરતી હોય છે અને એના માટે તેમને મસમોટી રકમ મળે છે. બોલિવૂડમાં આ વિશે લેટેસ્ટ ચર્ચા એવી છે કે, ઉર્વશી રૌતેલાને દુબઈની એક હોટેલમાં 15 મિનિટના પરફોર્મન્સ માટે 4 કરોડ રૂપિયાની ફી આપવામાં આવશે. બોલિવૂડમાં કોઈ સેલિબ્રિટીને ન્યૂ યરની પાર્ટી માટે પરફોર્મ કરવા માટે આપવામાં આવતી આ સૌથી વધુ રકમની ફી છે.

ઉર્વશી હવે આગામી ફિલ્મ 'બ્લેક રોઝ'માં જોવા મળશે. દરમિયાનમાં તેણે રિસન્ટલી તેના આગામી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જેમાં તે ઇજિપ્તના એક્ટર મોહમ્મદ રમદાનની સાથે જોવા મળશે. તેણે રમદાનની સાથેનો તેનો એક ફોટોગ્રાફ પણ શૅર કર્યો હતો. 

આ ફોટોગ્રાફ શૅર કરવાની સાથે ઉર્વશીએ લખ્યું હતું કે, 'અરેબિક અને ઇજિપ્તના સુપરસ્ટાર મોહમ્મદ રમદાનની સાથેના મારા આગામી ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહી છું.'