વડોદરા : શહેરની ફાઈનઆર્ટસ કેલેજમાંથી કલા- સર્જનનું શિક્ષણ મેળવ્યા બાદ શહેરમાં વસવાટ કરવાને બદલે ગામડાંમાં રહેવાનું પસંદ કરીને ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવીને તેમજ તેમની કલાનું પણ નીતનવી રીતે પ્રદર્શન કરીને ખેતી અને કલાને જાેડીને તેમના દામ્પત્યને પણ શણગારી રહ્યાછે.

નર્મદા નદીના કિનારે આવેલ ચાંણોદ ગામમાં રહેતા કાનન –ચંદ્રશેખર કોટેશ્વર પોતાની કળાને વિકસાવવા શહેર છોડીને ગામમાં રહેવાનું નક્કી કર્યું હતું. તેમજ તેમને પોતાના પરીવારનું ગુજરાન ચલાવવા માટે ખેતી કરવાનું પંસદ કરીને તેમજ તેની સાથે કળાને પણ જાેડીને પ્રકુતિને સજાવવાનું શરુ કર્યું.કાનન જણાવે છેકે,તેમણે તેમની કળાનું પહેલા પ્રદર્શનમાં લીફ એમ્બ્રોડરી કરીને લોકો સામે મુક્યું હતું. તે પર્યાવરણના સંસાધનોને સજાવવાની સાથે એક શિલ્પી પણ છે.તે ઘણા બધા શિલ્પ કલાના એક્ઝીબીશનમાં કલે આર્ટ દ્વારા શિલ્પ બનાવીને તેમની કળાનું પ્રદર્શન લોકો સામે પ્રસ્તુત કરેછે.તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવર ડેમ પાસે થોરના છોડ ને આકર્ષક રુપ આપીને પાર્ક બનાવ્યો છે.તે સિવાય અમદાવાદના મ્યુઝીયમમાં પણ લાકડાંના ટુકડાને કંડારીને વિવિધ આકારમાં સજાવ્યા છે.તેઓ ગ્રીન બેરીઝ વેરાયટીના પપૈયા અને કેળાની ખેતીની સાથે વિવિધ શાકભાજીઓ પણ ઉધાડે છે.