દિલ્હી

લોન મોરેટોરિયમ પર આરબીઆઈએ અંતિમ ર્નિણય લેવાનો છે. કેટલાક લોકો આને વધારવાની માગ કરી રહ્યા છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો આને તરત જ ખતમ કરવાના પક્ષમાં છે. ખાસ કરીને બેન્ક હવે મોરેટોરિયમને ઓગસ્ટથી આગળ વધારવાના પક્ષમાં નથી. હાલ ઓગસ્ટ સુધી લોકોને મોરેટોરિયમનો લાભ મળી રહ્યો છે.

આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે મોરેટોરિયમ કોને આપવુ છે અને કોને નહીં તે બેન્કોએ હવે નક્કી કરવાનુ છે. તેમણે કહ્યું  કે મોરેટોરિયમ એક અસ્થાયી સાૅલ્યુશન હતુ. મોરેટોરિયમના કારણે સ્થાયી ઉકેલ કાઢવો જરૂરી છે. રેઝોલ્યુશને મોરેટોરિયમને રિપ્લેસ કર્યુ છે. કોરોના સંકટના કારણે માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ. લોકડાઉનના કારણે કામ-ધંધા બંધ હતા. ઘણા લોકો લોનની EMI નહીં ચૂકાવવાની સ્થિતમાં હતા. જેને જાેતા રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના આદેશ પર બેન્કોથી EMI નહીં ચૂકવવા માટે ૬ મહિનાની સમય મર્યાદા મળી ગઈ પરંતુ હવે કેન્દ્રીય બેન્કને અપીલ કરવામાં આવી રહી છે કે મોરેટોરિયમને આગળ વધારવામાં આવશે નહીં. 

કેન્દ્રીય રિઝર્વ બેન્કે મોરેટોરિયમની સુવિધાને 31 ઓગસ્ટ સુધી માટે વધારવામા આવ્યુ છે. ગત 27 માર્ચનો આરબીઆઈએ પહેલીવાર બેન્કોથી EMI ચૂકવણી ટાળવા એટલે કે મોરેટોરિયમને કહ્યું હતુ. જે બાદ બેન્કોએ ૩ મહિના સુધી પોતાના ગ્રાહકોને EMI ચુકવણી ટાળવાની છુટ આપી. ફરી આ છુટને અતિરિક્ત ૩ મહિના એટલે કે 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ છે.