લોકસત્તા ડેસ્ક 

જો તમને ટેટૂ કરાવવાનો શોખ છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. આ શોખથી હાર્ટ ઈન્જરી થઈ શકે છે. જર્નલ ઓફ અપ્લાઈડ ફિઝિયોલોજીમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, સ્કિન પર ટેટૂને લીધે તેમાં પરસેવો કન્ટ્રોલ કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેનાથી શરીરનું તાપમાન ઘટે છે. તે હાઈપોથર્મિયા અને હીટ હાર્ટ અટેકનું જોખમ વધારી શકે છે. રિસર્ચ જણાવે છે કે ટેટૂ જેટલું મોટું હશે તેટલું જોખમ વધારે હોઈ શકે છે.

જોખમનું કારણ

-રિસર્ચ પ્રમાણે, સ્કિન પરસેવાની મદદથી શરીરનું તાપમાન કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં શરીરની એક્ક્રિન ગ્રંથિઓ મદદ કરે છે. રિસર્ચમાં જોવા મળ્યું કે ટેટૂને લીધે ચામડી પર પ્રતિ મિનિટ 3 હજાર પંચર કરવાની જરૂરિયાત હોય છે. તેની અસર પરસેવો કન્ટ્રોલ કરતી ગ્રંથિઓ પર થાય છે.

-એક અન્ય રિસર્ચમાં જોવા મળ્યું છે કે, ટેટૂવાળી ચામડીમાં સોડિયમની વધારે માત્રા હોય છે, જે પરસેવો કન્ટ્રોલ કરનાર ગ્રંથિઓના કામમાં અવરોધ ઉત્પન્ન કરે છે.

આ રીતે જોખમની ઓળખ થઈ

-રિસર્ચમાં એવા લોકોને સામેલ કરાયા જેમના હાથમાં ઉપરના અને નીચેના ભાગમાં ટેટૂ કરાવેલું હતું. તેમના હાથમાં મિનિમમ 5.6 વર્ગ સેન્ટિમીટરનું ટેટૂ હતું,

- લોકોને શરીરમાં પરસેવો ઉત્પન્ન કરનાર પરફ્યુઝન સૂટ પહેરાવામાં આવ્યો, જેનાથી તાપમાન 120 ડિગ્રી ફેરનહાઈટ સુધી પહોંચ્યું. રિસર્ચ દરમિયાન ટેટૂયુક્ત અને સામાન્ય ચામડી પર કેવી અસર થઈ તેની તપાસ કરવામાં આવી.

-સંશોધકોએ ચામડીમાં બ્લડ સર્ક્યુલેશનની તપાસ કરવા માટે લેઝર ટેક્નોલોજીનો પ્રયોગ કર્યો. તેમણે જોવા મળ્યું કે, સ્કિન પર ટેટૂ હોવાથી શરીરનું તાપમાન જાળવી રાખવામાં મુશ્કેલી આવે છે.

-ટેટૂને લીધે ઓછો પરસેવો થાય છે, તેથી શરીરનું તાપમાન વધે છે. આવા લોકોમાં હાઈપોથર્મિયા (શરીરનું તાપમાન સામાન્ય કરતા વધારે વધી જવું) અને હીટ હાર્ટ અટેક આવવાનું જોખમ વધે છે.

-આ હાર્ટ અટેક ત્યારે આવે છે જ્યારે શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે હોય છે.