/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અહિંયા રેલવે સ્ટેશનના પટાંગણામાં સાઇન બોર્ડ પર યુવકની લટકતી લાશ અને પછી..

રાજકોટ-

રાજકોટના રેલવે જંક્શન ખાતે રેલવેના પટાંગણમાં રેલવેના સાઇન બોર્ડ પર લટકતી હાલતમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવી છે. લાશ મળતાની સાથે રેલવે પોલીસે મૃતક યુવકને નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં યુવકે આત્મહત્યા કરી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. પોલીસે યુવકની લાશ ઉતારવા માટે ફાયર વિભાગની મદદ લીધી હતી. ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી યુવકની લાશને નીચે ઉતારી હતી.

પ્રાપ્ત વિગત મુજબ આજે સવારના સમયે રેલવે સાઇન બોર્ડ પર વૃક્ષ અને બોર્ડ વચ્ચે લટકતી યુવકની લાશ જાેવા મળતા સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતાની સાથે જીઆરપી સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને પરપ્રાંતીય યુવકની લાશને નીચે ઉતારવા રાજકોટ મનપાના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. બાદમાં યુવકના ખિસ્સામાંથી તેનું આધારકાર્ડ મળી આવ્યું હતું. જેમાં તે ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે રેલવે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ તેની સાથે અન્ય કોઇ વ્યક્તિ હતા કે તે એકલો હતો. તેમજ ક્યાં સમયે આત્મહત્યા કરી છે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત કામગીરી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution