/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

‘દાસના દાસ’ના નશ્વરદેહનું આજે પંચમહાભૂતમાં વિલિનીકરણ થશે

વડોદરા : યોગી ડિવાઈન સોસાયટી અને હરિધામ સોખડાના પ્રણેતા પૂ. હરિપ્રસાદ સ્વામીના આજે અંતિમ દર્શનના છેલ્લા દિવસ બાદ પહેલી ઓગસ્ટે બપોરે બે કલાકે અંતિમ સંસ્કારની વિધી કરવામાં આવશે. અંતિમ સંસ્કારની પહેલા સ્વામીજીની પાલખીયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવશે.

દાસના દાસ પૂ.હરિપ્રસાદ સ્વામીના આજેે અંતિમ દર્શન કરવા માટેનો છેલ્લોે દિવસ હોવાથી ભકતોની લાંબી કતારો જાેવા મળી હતી. તે સિવાય અંત્યેષ્ટિ માટેની શાસ્ત્રોકત વિધીઓ પણ આજથી શરુ કરી દેવામાં આવી હતી. જેમાં અંતિમ સંસ્કાર માટે લિમડા વન ખાતે છ ફુટનો સિમેન્ટ બેઝ પર ચાર ફુટનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યુંછે જેના પર પૂજ્યશ્રીની અંતિમ ક્રિયા કરવામાં આવશે. આ જગ્યા પર સાત નદીના જળ તેમજ ગૌમૂત્રથી લિપણ કરવામાં આવશે. અંત્યેષ્ટિ કરતા પૂર્વે સ્વામીજીને સાત નદીના જળથી સ્નાન કરાવામાં આવશે.આ જગ્યાની આસપાસ સ્વામીજી દ્વારા કરવામાં આવેલા વિવિધ સતકાર્યોના પોસ્ટરો પમ લગાવવામાં આવશે. પૂજ્યશ્રીને ચંદન તેમજ ધી જેવા દ્રવ્ય થી લેપ લગાવ્યા બાદ આઠ વૃક્ષો જેમાં ચંદન ,કેર ,ઉમરો ,પીપળા, સવન ,તુલસી તેમજ સ્વામીજીને પ્રીય લીમડાના કાષ્ટનો વધારે ઉપયોેગ કરવામાં આવશે. કાષ્ટ સિવાય અડાયા છાણ , દર્મનો અને ખડનો પુડો તેમજ તુલસી અને નાગરવેલના પાનનો ઉપયોગ પણ કરવામાં આવશે. જ્યારે ચિતા પ્રજવલ્લિત કરવા માટે અંખડ દીપની જ્યોતનો ઉપયોગ કરવામાં આવશે.

શાસ્ત્રોકતવિધિ પાંચ પંડિતો દ્વારા કરાશે

પૂજ્ય સ્વામીજીની અંત્યોષ્ટિની શાસ્ત્રોકત વિધી માટે રાજકોટથી શાસ્ત્રી કૌશીક ત્રિવેદી મુખ્ય પુરોહિત તરંકે રહેશે જ્યારે તેમની સાથે અન્ય ચાર પંડિતો પણ આ વિધીમાં ભાગ લેશે.આ શાસ્ત્રોક્ત વિધી વિશે મુખ્ય પુરોહિત જણાવે છેકે, આ વિધીમાં ષટપિંડ પુજન તેમજ શાલિગ્રામજીણી પૂજા કરીને પંડિતો દ્વારા સતત પૂરુશ સુકૃતના શ્લોકનું ગાન કરવામાં આવશે.આ વિધી ભગવાન શ્રી રામે તેમના પિતા માટે આ વિધી વનમાં કરી હતી જ્યારે શ્રી કુષ્ણ ભગવાને યાદવ કુળ માટે આ વિધી કરી હતી.

આફ્રિકાના નિગ્રોએ પણ સ્વામીનારાયણની ધૂન મચાવી

પૂજ્ય શ્રી માત્ર ભારતમાંમ જ નહી પણ વિદેશમાં પણ જાણીતા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયને વિદેશમાં ખ્યાતી આપવામાં સ્વામીજીનો સિંહ ફાળો જાેવા મળ્યોછે. ત્યારે વિદેશી ભક્તો માટે પૂજ્યશ્રીના અંતિમ દર્શન માટે ઓનલાઈન સુવિધા રાખવામાં આવીછે. ત્યારે વેસ્ટ આફ્રિકામાં વસતા નિગ્રો લોકોએ પણ અંતિમ દર્શન કર્યા બાદ જય સ્વામી નારાયણના જાપ કરીને ધૂન મચાવી હતી.

બપોરે ૧૨ વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિઓ શરૂ કરવામાં આવશે

આવતી કાલે બપોરે બાર કલાકથી જ અંતિમ સંસ્કારની વિધીઓ શરુ કરી દેવામાં આવશે. જેમાં સૌ પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા , જમુના , ધેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી આમ સાત નદીઓના પવિત્ર જળથી તેમજ કેસરયુકત પાણી તેમજ ઘી સહિતના દ્રવ્યોથી સ્વામીજીના નશ્વરદેહને સ્નાન કરાવામાં આવશે. ત્યારબાદ તેમની પાલખીયાત્રા કાઢવામાં આવશે. તેમજ કારમાં બેસાડીને મંદિરની પ્રદક્ષિણા કરવામાં આવશે.

૩૦૦ જેટલા વિદેશી ભક્તો અંતિમ દર્શન માટે પધાર્યા

હરિપ્રસાદ સ્વામીના ભક્તો માત્ર ભારત માંજ નહી પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.તેમના અક્ષરનિવાસી થવાના સમાચાર સાંભળીને દેશ-વિદેશના ભક્તો પણ શોકમાં ગરકાવ થઈ જતા ખાસ તેમના અંતિમ દર્શન કરવા માટે સાત સમુદ્ર પાર કરીને પણ આજે તેઓ હરિધામ સોખડા ખાતે પધાર્યાછે. ખાસ યુકેને લંડન ખાતેથી ગત શુક્રવારે ૩૦૦ જેટલા હરિભક્તો વિવિધ મુસીબતોનો સામનો કરીને પણ અંતિમ દર્શન માટે પહોંચી આવ્યા હતા. લંડન ખાતેથી આવેલા અજ્ય પટેલ જણાવેછેકે, અમારા સ્વામીજીના દર્શન માટે અમે કોવિડ પ્રોટોકોલ, નોકરી તેમજ ક્વોરન્ટાઈનનો પ્રોટોકોલ પાર કરીને સ્વામીજીના દર્શને પહોંચ્યા છે. જ્યારે અમેરીકાના ફિલાડેલ્ફિયા શહેરમાંથી ઘર્મેશભાઈ અને જૂલી પટેલ ખાસ અંતિમ દર્શન માટે વ્યવસાયમાંથી રજા મેળવીને અનેક મુસીબતોનો સામનો કરીને પણ સ્વામીજીના દર્શને પધાર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution