ઇંદોર-

મધ્યપ્રદેશના ઈંદોરમાં ગ્રીન ફંગસનો પ્રથમ દર્દી નોંધાયો છે. ઈંદોરના માણેક બાગ રોડ રહેતા વિશાલ શ્રીધરને થોડા દિવસો પહેલા કોરોનામાંથી સાજા થયા બાદ ઘરે આવ્યો હતો. પરંતુ પોસ્ટ કોવિડ઼ લક્ષણોને લીધે તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયો. સારવાર દરમિયાન ફેફસા અને સાઈનસમાં એસ્પરગિલસ ફંગસ મળ્યા, જેની ઓળખ ગ્રીન ફંગસના રૂપે થઈ.

તબીબો અનુસાર, આશરે દોઢ મહિના પહેલાં સારવાર માટે આવેલા દર્દીના જમણા ફેફસામાં રસી ભરાઈ હતી. તબીબોએ રસી કાઢવા ઘણા પ્રયાસો હાથ ધર્યા, પરંતુ સફળ નહોતા રહ્યા. સારવાર દરમિયાન જ દર્દીમાં જુદાજુદા લક્ષણો નજર આવ્યા હતા. તાવ પર ૧૦૩ ડિગ્રી રહ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર, એસ્પરગિલસને સામાન્ય ભાષામાં યલો ફંગસ અને ગ્રીન ફંગસ કહેવામાં આવે છે. જે ક્યારેક બ્રાઉન ફંગસના રૂપમાં પણ મળી આવે છે. હાલ પૂરતા ડૉકટરોનું માનવું છે કે, ગ્રીન ફંગસનો આ પ્રથમ કેસ છે, જેની તપાસ થઈ રહી છે. આ ફંગસ ફેફસાંને ખૂબ ઝડપથી ચેપગ્રસ્ત કરે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાેઈએ તો, ઈન્દોરના માણિક બાગ રોડ પર રહેતા વિશાલ શ્રીધરને થોડા દિવસ પહેલા કોરોના થયો હતો. ઠીક થયા બાદ તે ઘરે પાછો ગયો. પણ પોસ્ટ કોવિડ લક્ષણોને કારણે તેને ફરી વખત હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો. સારવાર દરમિયાન તેના ફેફસામાં અને સાઈનસમાં એસ્પરગિલસ ફંગસ મળી આવ્યું. જેની ઓળખાણ ગ્રીન ફંગસ તરીકે થઈ. ડોક્ટર્સે જણાવ્યુ હતું કે, વિશાલના ફેફસામાં ૯૦ ટકા સંક્રમણ છે. જે બાદ તેને ચાર્ટર્ડ પ્લેન દ્વારા મુંબઈ મોકલવામાં આવ્યો છે. હવે હિંદુજા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. દર્દીની હાલત સતત ખરાબ થઈ રહી છે.