દિલ્હી-

દેશમાં એક્ટિવ કેસની તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઈ ગઈ છે. જયારે અનલોક-2માં એક્ટિવ કેસ 6 લાખ 76 હજાર 387 થઈ ગયા છે તો સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખ 36 હજાર 703 થઈ ગઈ છે.આ પહેલા લોકડાઉન-3માં એટલે કે 1 મેના રોજ 11 હજાર 707 એક્ટિવ કેસ હતા ત્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 29,453 હતી.

કોરોના સંક્રમિતોની સંખ્યા 27 લાખ 66 હજાર 626 થઈ ગઈ છે.સાજા થયેલા દર્દીઓનો આંકડો પણ 20 લાખને પાર કરી ગયો છે. મંગળવારે રેકોર્ડ 60 હજાર 455 સંક્રમિત સાજા થયા છે. આ કુલ દર્દીઓના 73% છે. તો આ તરફ મંગળવારે 65 હજાર 24 નવા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 11 હજાર 119 કેસની પુષ્ટી કરાઈ હતી. આંધ્રપ્રદેશ બીજા નંબરે રહ્યું હતું. અહીંયા 9 હજાર 652 નવા કેસ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કોરોનાના આંકડા જાહેર કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 64 હજાર 531 કેસ નોંધાયા છે અને 1092 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 27 લાખ 67 હજાર 274 થઈ ગઈ છે. તેમજ 6 લાખ 76 હજાર 514 એક્ટિવ કેસ છે. તો બીજી તરફ 20 લાખ 37 હજાર 871 દર્દી સાજા થયા છે. દેશમાં અત્યાર સુધી 52 હજાર 889 લોકોના મોત થયા છે.