રોહતક-

શહેરો બાદ હવે કોરોના ગામમાં ભય ફેલાવી રહ્યો છે. ગામમાં પડકાર શહેરોથી ખૂબ વધારે છે. ત્યાં ન આઇસોલેશન સેન્ટર છે અને ન તો સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્રો પર પર્યાપ્ત સંસાધનો છે. એક ન્યૂઝ ચેનલે રોહતકના એક ગામની જમીની હકીકત બતાવી છે એ ડરાવણી છે. અહીંથી ખબરો આવી રહી હતી કે ૧૦ દિવસમાં ૪૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. દિલ્હીથી ૭૦ કિલોમીટર દૂર રોહતક જિલ્લા મુખ્યાલય છે. અહીંથી ૧૦ કિલોમીટર દૂર છે ટિટોલી ગામ. ગ્રામજનોમાં થઈ રહેલા મોતના કારણે ભયનો માહોલ બની ગયો છે.

ટિટોલીમાં ૧૦ દિવસની અંદર લગભગ ૪૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. એ મોતોનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ બધામાં એક વાત કોમન હતી. તાવ બાદ તબિયત બગડી અને મોત થઈ ગયા. ગ્રામજનોમાં ચર્ચા છે કે આ મોતો કોરોનાના કારણે થયા છે. મૃતકોમાં આધેડ, વૃદ્ધ, મહિલાઓ અને યુવા પણ સામેલ છે. જેમના મોત થયા છે તેમાં ૬-૭ લોકોની ઉંમર ૪૦ વર્ષથી નીચે હતી. ત્યારબાદ પ્રશાસનમાં અફરાતફરી મચી જવા પામી છે. કોરોના ઇન્ફેક્શનના ટેસ્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવ્યા છે. પ્રશાસન એ જાણકારી મેળવવામાં લાગ્યું છે કે ગામમાં કેટલા લોકો પોઝિટિવ છે?
સ્વાસ્થ્ય વિભાગ અહીં ટ્રેસિંગ અને ટેસ્ટીંગનું અભિયાન ચલાવી રહ્યો છે. ટિટોલી ગામના સરપંચ સુરેશ કુમારે જણાવ્યું કે છેલ્લાં કેટલાક દિવસોમાં ૩૦૦-૪૦૦ લોકોના કોરોના ટેસ્ટ પ્રશાસન તરફથી કરાવવામાં આવ્યા. તેમાંથી લગભગ ૭૦-૭૨ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એ પહેલાં ઘણા લોકોમાં સામાન્ય તાવ અને માથાનો દુઃખાવો થયો. ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ. એવા લક્ષણો બાદ ઘણા લોકોના મોત થઈ ગયા. તેનાથી અનુમાન એજ લગાવવામાં આવી રહ્યું છે કે મોટાભાગના લોકોના મોત કોરોનાથી થયા છે.

એક રિપોર્ટ મુજબ ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં સૌથી મોટી પરેશાની લોકોને ટેસ્ટ કરાવવા સામે ન લાવવાનું બની રહ્યું છે. લક્ષણવાળા મોટાભાગના લોકો ટેસ્ટ કરાવવા આગળ આવી રહ્યા નથી. સરકારી અધિકારી એક તરફ ટેસ્ટિંગ કરી રહ્યા છે તો બીજી તરફ લોકોને કોરોના બાબતે સમજાવવામાં લાગ્યા છે. પ્રશાસનિક અધિકારીઓ લોકોને સમજાવી રહ્યા છે કે વધારેમાં વધારે લોકો ટેસ્ટિંગ કરાવે, જેથી ખબર પડે કે કોરોના સંક્રમિત તો નથી. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે ટેસ્ટ કરાવશો ત્યારે જ પોતાના પરિવારને બચાવી શકશો. રોહતક જિલ્લા કમિશનર કેપ્ટન મનોજ કુમારે જણાવ્યું કે રોહતકની આસપાસના કેટલાક ગામો કોરોનાની ઝપેટમાં છે ટિટોલી ગામમાં સતત તપાસ કરવામાં આવી રહી છે કે આખરે મોતો કઈ રીતે થઈ. સ્વાસ્થ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસનના અધિકારી ત્યાં કામ માટે લાગ્યા છે. ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. કેપ્ટન મનોજ કુમારે એમ પણ કહ્યું કે ટિટોલી ગામમાં કોરોના સંક્રમણ પહેલાથી વધારે ખતરનાક છે. આગામી દિવસોમાં સંક્રમણ ન ફેલાય, એટલે ગામમાં ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં કોરોના સંક્રમણના કારણે ૬ મેના રોજ ૧૭૭ દર્દીઓના મોત થયા હતા. ૧૪,૮૪૦ નવા કેસ નોંધાયા હતા, તેમાં સૌથી વધારે ૨૩ મોત રોહતક જિલ્લામાં થયા છે.